Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

વર્લ્ડકપ-2019:ભારત - ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ 20-20 રમાશે કે રદ થશે? : ચાહકોમાં ઉત્સુકતા

આખી મેચ રમવાની તો લગભગ સંભાવના નથી

નોટિંગહામ: વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદના પગલે રદ થાય તેવી શક્યતાઓ છે. જાણકારોનુ કહેવુ છે કે, આખી મેચ રમવાની તો લગભગ સંભાવના નથી.

  વરસાદ બહુ  પડે તો કદાચ 20-20 ઓવરની મેચ રમાશે. કદાચ લંચ સમય સુધીમાં વરસાદ અટકે તેવી સંભાવના છે. આ મેચ જ્યાં રમાવાની છે તે નોટિંગ હામમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે.આ વિસ્તાર માટે હવામાન વિભાગે યલો વોરનિંગ જાહેર કરી છે.

  વરસાદના કારણે વર્લ્ડકપ વિવાદમાં આવી ગયો છે.અત્યાર સુધીમાં 17માંથી 3 મેચ વરસાદના કારણે રદ કરવી પડી છે.આજની ભારતની મેચ રદ થશે તો આ ચોથી મેચ હશે.

  અત્યાર સુધીમાં ભારત અ્ને ન્યૂઝીલેન્ડ એ બે જ ટીમ એવી છે જે ટુર્નામેન્ટમાં અપરાજીત રહી છે.આજની મેચ નહી રમાય તો બંને ટીમ વચ્ચે એક-એક પોઈન્ટ વહેંચાઈ જશે.

(1:15 pm IST)
  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST

  • સૌરાષ્ટ્રના ૬૦ તાલુકામાં વરસાદઃ ૪૮ કલાકમાં ૧૦ ઇંચ સુધીનો ભારે વરસાદ પડવા તાકીદ : ૧૩૫ થી ૧૪૦ કી.મી. ઝડપે પવન ફુંકાશેઃ લોકો ગભરાય નહિઃ સુરક્ષીત સ્થળે જ રહેવા અપીલઃ ૨૩૭૯ ગામડાઓને અસરઃ તંત્ર ખડેપગે access_time 11:37 am IST

  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST