Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

કબડ્ડીમાં ટકરાશે ભારત અને પાકિસ્તાન

દુબઈમાં આ મહિનાની બાવીસથી ૩૦ જૂન વચ્ચે રમાનારી છ દેશોની કબડ્ડી માસ્ટર્સ ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે મુકાબલો થશે. ગ્રુપ-એમાં ભારત, પાકિસ્તાન અને કેન્યાનો સમાવેશ થાય છે તો ગ્રુપ-બીમાં ઈરાન રિપબ્લિક ઓફ કોરીયા અને આર્જેન્ટીનાનો સમાવેશ થાય છે. એશિયન ગેમ્સ અને કબડ્ડી વર્લ્ડકપમાં ભારતે ઈરાન અને કોરીયાને માત આપી પોતાની સર્વોચ્ચતા સાબિત કરી હતી. સૌની નજર પહેલી વખત કબડ્ડીની રમતમાં ઉતરનાર આર્જેન્ટીના પર છે.

(12:46 pm IST)