Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ચહરનો ચમત્કાર : ભારતનો સિરીઝ ઉપર કબ્જો

રાહુલ - શ્રેયસ - મનિષની શાનદાર બેટીંગ બાદ દિપક ચાહરે ૩.૨ ઓવરમાં માત્ર ૭ રન આપી ૬ વિકેટો ખેરવી : ભારત - ૧૭૪/૫ : બાંગ્લાદેશ ૧૪૪/૧૦

નાગપુર : બાંગલા દેશ સામે ગઈ કાલે ત્રીજી મેચ જીતીને નાગપુરમાં ભારતનો ડંકો વાગ્યો હતો. આ મેચ જીતી ઇન્ડિયાએ આ સિરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. પહેલી મેચ બાંગલા દેશ જીત્યું હતું અને બીજી ટી-ર૦માં રોહિત શર્માની એકશન રંગ લાવી હતી અને એમાં ભારત મેચ જીત્યું હતું.નાગપુરમાં રમાયેલી ત્રીજી મેચમાં બાંગલાદેશે ટોસ જીતીને ફીલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈન્ડિયા વતી બેટિંગ કરવા ઊતરેલો રોહિત શર્મા ફકત બે રન કરીને આઉટ થયો હતો. ત્યાર બાદ શિખર ધવને બાજી સંભાળી લીધી હતી, પરંતુ તે પણ ૧૯ રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર પછી કે. એલ. રાહુલ અને શ્રેયસ અય્યરે અનુકમે પર અને ૬૨ રન બનાવીને ઇન્ડિયન ટીમને જોરદાર કિક આપી હતી. રિષભ પંત પણ સસ્તામાં આઉટ થતાં મનીષ પાંડેએ ૨ર રન કરી સ્કોરને ૧૭૪ સુધી પહોંચાડ્યો હતો. આ ઇનિંગમાં સૌમ્ય સરકાર અને શફી-ઉલ-ઇસ્લામે બે-બે વિકેટ લીધી હતી.

૧૭૫ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી બાંગલાદેશની ટીમનો ઓપનર લિટન દાસ ૯ રન કરી સસ્તામાં આઉટ થયો હતો. જોકે મોહમ્મદ નઈમે ૪૮ બોલમાં ૮૧ રન કરીને ભારતને ઘણા હંફાવ્યા હતા, પણ દીપક ચહરની બોલિંગને કારણે ભારતને ઘણી રાહત થઈ હતી. ચાહરે ૩.૨ ઓવરમાં ૬ વિકેટ લઈને ફકત સાત રન આપ્યા હતા. નઈમ બાદ મોહમ્મદ મિથુને ૨૭ રન કર્યા હતા. એ સિવાય તેમનો એક પણ પ્લેયર ૧૦ રનથી વધુ નહોતો બતાવી શકયો. ૧૯.૨ ઓવરમાં ૧૪૪ રન પર ભારતે બાંગ્લા દેશને ઓલઆઉટ કરી ૩૦ રનથી જીત મેળવી હતી.

(11:29 am IST)