Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

તાજાવાલા ટ્રોફીમાં રાજકોટ રૂરલ વિજેતાઃ ધૂંઆધાર ૧૩૪ રન ફટકારી સમર્થ વ્યાસ મેન ઓફ ધ મેચ

રાજકોટ, તા. ૧૧ :. તાજાવાલા ઈન્ટર ડિસ્ટ્રીકટ વન ડે ક્રિકેટ ટૂર્નામેન્ટના આંતરરાષ્ટ્રીય ખંઢેરી સ્ટેડીયમ ખાતે ગઈકાલે યોજાયેલા ફાઈનલમાં સમર્થ વ્યાસના ધૂંઆધાર ૧૩૪ રનની મદદથી રાજકોટ રૂરલની ટીમે ૪૯.૨ ઓવરમાં ૩૦૩ રનનો તોતીંગ જુમલો ખડકયો હતો. આ જુમલાને ચેઈજ કરતી રાજકોટ શહેરની ટીમ ૪૭.૫ ઓવરમાં ૨૬૯ રન બનાવી ઓલઆઉટ થઈ જતા રાજકોટ રૂરલ ચેમ્પીયન બન્યુ હતું. સમર્થ વ્યાસ મેન ઓફ ધી મેચ જાહેર થયા હતા.

રાજકોટ સીટીએ ટોસ જીતી રૂરલને પ્રથમ દાવ માટે આમંત્રણ આપ્યુ હતુ જેમાં માત્ર ૧૨૩ બોલમાં ૧૩ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથેના સમર્થ વ્યાસના ૧૩૪ રન અને અન્ય બેટસમેનોના યોગદાન સાથે ૪૯.૨ ઓવરમાં ૩૦૩ રન થયા હતા. રાજકોટ સીટીના પ્રણવ નંદાએ ૫ અને વંદીત જીવરાજાની ૩ વિકેટ મેળવી હતી.

૩૦૩ રનને આંબવા ઉતરેલી સીટીની ટીમ ૪૭.૫ ઓવરમાં ૨૬૯ રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં કિશન પરમારે ૫૬ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે કરેલા ૬૪ કરેલા અને અર્પિત વસાવડાએ નોંધાવેલા ૬૬ રન મહત્વના રહ્યા હતા. રૂરલના શૌર્ય સાણંદીયા, દેવાંગ કરમટાએ ૩ - ૩ અને પ્રેરક માંકડ, ધર્મેન્દ્ર જાડેજા, તરંગ ગોહેલે ૧ - ૧ વિકેટ મેળવી હતી.

(3:26 pm IST)
  • જામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST

  • મીડિયાપાર્ટનો દાવો :રાફેલ ડીલમાં દસોલ્ટની સામે રિલાયન્સ સાથે સોદાની અનિવાર્ય શરત રાફેલ ડીલ મામલે ફ્રેન્ચ વેબસાઇટ મીડિયાપાર્ટનો દાવો :રિલાયન્સ સાથે ભાગીદારી હતી સોદાની શરત :આજતક ન્યુઝ ચેનલનો ધડાકો access_time 12:44 am IST

  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST