Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જન્મદિવસ વિશેષ: આઝાદ ભારતની ક્રિકેટ ટીમના પહેલા કપ્તાન હતા લાલા અમરનાથ: ઇંગ્લેન્ડ સામે પહેલી મેચમાં ફટકારી હતી સેન્ચુરી

નવી દિલ્હી:ભારતીય ક્રિકેટમાં પોતાના મહત્વપૂર્ણ યોગદાન માટે જાણીતા પૂર્વ કપટન લાલા અમરનાથનો આજે 11 સપ્ટેમ્બરના 107મી જન્મ જયંતી છે, ભારતીય ક્રિક્ટ ટીમ માટે સેન્ચુરી ફટકારનાર તે પહેલા બેટ્સમેન હતા. પોતાના પહેલા ટેસ્ટ મેચમાં સેન્ચુરી ફટકારનાર ક્રિકેટરોમાં 14 નામ નોંધાયા છે જેમાં લાલા અમરનાથનું નામ પહેલા નંબર પર છે.

પંજાબના કપૂરથલામાં જન્મેલ લાલા અમરનાથ બેસ્ટિંગ અને બોલિંગમાં નિપુર્ણ હતા. અમરનાથ પહેલા એવા બોલર હતા જેમને ડોન બ્રેડમેનને હિતવિકેટ પર આઉટ કર્યા હતા. કેરિયરમાં અમરનાથ ઘણા રેકોર્ડ પોતાના નામે બનાવ્યા છે અને પહેલો રેકોર્ડ તેમને પહેલી ટેસ્ટ મેચમાં બનાવ્યો હતો. વર્ષ 1933માં જયારે ઇંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસે આવી હતી ત્યારે  મહાન ક્રિક્ટરે ભારત માટે પહેલા ટેસ્ટ મેચમાં સેન્ચુરી ફટકારી હતી

(4:06 pm IST)