Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

વિજય હઝારે ટ્રોફીમાં પૃથ્વી શોના ૧૨૨ બોલમાં ૧૬૫ રન

મુંબઈના સુકાનીનો શાનદાર બેટિંગ શો જારી : એક ઘરેલૂ સિઝનમાં એક બેવડી સદી અને બે વખત દોઢ સોથી વધુ રન કરનારો પૃથ્વી શો દેશનો પ્રથમ બેસ્ટમેન

નવી દિલ્હી, તા. ૧૧ : હાલ રમાઇ રહેલી વિજય હજારે ટ્રોફીમાં મુંબઇના યુવા કેપ્ટન પૃથ્વી શૉની તોફાની બેટિંગ જોવા મળી હતી. દિલ્હીના પાલમ સ્ટેડિયમમાં કર્ણાટક વિરુદ્ધ રમાયેલી મેચમાં પૃથ્વી શૉએ તોફાની સદી ફટકારી હતી. છેલ્લી કેટલીક મેચોમાં મોટી પારી રમનારા પૃથ્વી શૉએ કર્ણાટક વિરુદ્ધ ૧૨૨ બોલમાં ૧૭ ફોર અને સિક્સની મદદથી ૧૬૫ રન કર્યા હતા.

એક દિવસ પહેલાં પૃથ્વીએ સૌરાષ્ટ્રના બોલર્સની ધોલાઇ કરતાં અણનમ ૧૮૫ રન કર્યા હતા. જ્યારે ૨૫મી ફેબ્રુઆરીએ જયપુરમાં પુડુચેરી વિરુદ્ધ અણનમ ૨૨૭ રન બનાવ્યા હતા. પહેલાં ૨૧મી ફેબ્રુઆરીએ જયપુરમાં દિલ્હી વિરુદ્ધ અણનમ ૧૦૫ રન કર્યા હતા.

ટુર્નામેન્ટમાં અત્યાર સુધી પૃથ્વી શૉએ કુલ ચાર સદી ફટકારી છે. જેમાં એક બેવડી સદી પણ સામેલ છે. કર્ણાટક વિરુદ્ધ ૧૬૫ રનની પારીએ તેને ખાસ બેસ્ટમેન બનાવ્યો અને તે એક ઘરેલૂ સિઝનમાં એક બેવડી સદી અને બે વખત દોઢ સોથી વધુ રન કરનારો પ્રથમ બેસ્ટમેન બની ગયો છે.

બીજી બાજુ, સુર્યકુમાર યાદવ ટીમ ઇન્ડિયામાં સામેલ થયા બાદ પૃથ્વીએ ત્રણ મેચોમાં કેપ્ટનશિપ કરી છે અને તમામમાં તેણે સદી ફટકારી છે. હાલ મેચમાં પૃથ્વીએ પારીમાં ૭૫૪ રન કર્યા છે. તેની સરેરાશ ૧૮૮ અને સ્ટ્રાઇકરેટ ૧૩૪.૮૮ છે.

(8:57 pm IST)