Gujarati News

Gujarati News

આઝાદીનો અમૃત મહોત્સવ- પ્રધાનમંત્રી નરેંદ્રભાઇ મોદી સાબરમતી આશ્રમથી કરાવશે શુભારંભ: સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમની સાથે મહત્વના અન્ય ૬ જિલ્લામાં સહિત ૭૫ સ્થળોએ થશે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી :દેશની આઝાદી સાથે ચિરસ્મરણિય સ્થળો એવા રાજકોટ, માંડવી(કચ્છ), પોરબંદર, વડોદરા, બારડોલી(સુરત) અને દાંડી(નવસારી) ખાતે યોજાશે દેશભક્તિના કાર્યક્રમો: જ્યાં ગાંધીજીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું-જ્યાંથી આઝાદ જુનાગઢ ફોજની ભરતી શરુ થઇ એવા રાજકોટ ખાતે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવ ઉજવાશે: રાષ્ટ્રીય ચેતનાના પ્રેરક મહર્ષિ અરવિંદ ઘોષની કર્મભૂમિ વડોદરાના નવલખી મેદાનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષપદે ઉજવણી થશે.. access_time 7:27 pm IST

અંદાજપત્ર સામાન્ય ચર્ચા બીજો દિવસ:આવનારા દિવસોમાં વ્યાપક રોજગારના સર્જન થકી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાનો નિર્ધાર : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા: આ બજેટ ગુજરાતના વિકાસનો ઉદ્દીપક છે.: ગુજરાતની અવિરત વિકાસ યાત્રાએ માત્રને માત્ર રાજ્યની શાંતિ, સલામતી અને સુરક્ષાને આભારી : આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા ગુજરાત દેશને ચોક્કસ રાહ ચીંધશે: આગમી પાંચ વર્ષમાં સરકારી ક્ષેત્રે બે લાખ અને ખાનગી ક્ષેત્રોમાં ૨૦ લાખથી વધુ રોજગારી ઉભી કરવાની અઘરી ચેલેન્જ અમે આપી છે તે પરિપૂર્ણ કરીને બતાવશું: આજનો સમય ‘ડાઇ ફોર નેશન નહી’ પણ ‘લીવ ફોર નેશનનો’:અમે ચરિતાર્થ કરીને બતાવીશું : આઝાદીની ચળવળી ગાથાના ઇતિહાસને ગુજરાતની વિકાસ ગાથા સાથે જોડીને દિવ્ય-ભવ્ય ગુજરાત બનાવવાની નેમ.. access_time 9:58 pm IST