Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

ઇંગ્‍લેન્‍ડ વિરૂદ્ધ 101 રન ફટકારનાર યુવા વિકેટકીપર રિષભ પંતે આઇસીસી ટેસ્‍ટ રેન્‍કીંગમાં મોટી છલાંગ લગાવી

દુબઈઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં શાનદાર સદી ફટકારનાર ધુરંધર ઓપનર રોહિત શર્મા અને યુવા વિકેટકીપર રિષભ પંતે તાજા જારી આઈસીસીના બેટ્સમેનોની રેન્કિંગમાં ઉંચી છલાંગ લગાવી છે. બીજીતરફ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને મિડલ ઓર્ડરના બેટ્સમેન ચેતેશ્વર પુજારાને મોટી ઈનિંગ ન રમી શકવાને કારણે નુકસાન થયું છે.

પંત કરિયરની બેસ્ટ ટેસ્ટ રેન્કિંગ પર પહોંચી ગયો છે. તેના અને રોહિતના 747 પોઈન્ટ છે અને તે હેનરી નિકોલ્સની સાથે સંયુક્ત રૂપથી સાતમાં નંબરે પહોંચી ગયો છે. આ બન્ને સંયુક્ત રૂપથી રેન્કિંગમાં સર્વશ્રેષ્ઠ પોઈન્ટ પર પહોંચનાર 15મો ખેલાડી છે. વિરાટના 814 પોઈન્ટ છે અને તેના નવેમ્બર 2017 સૌથી લોએસ્ટ છે. પુજારાના 697 પોઈન્ટ છે અને સપ્ટેમ્બર 2016 બાદ તે 700ની નીચે આવ્યો છે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝમાં રોહિત સર્માએ 4 મેચની 7 ઈનિંગમાં 57.50ની એવરેજથી 345 રન બનાવ્યા. તેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે. તો રિષભ પંતે 54ની એવરેજથી 6 ઈનિંગમાં 270 રન બનાવ્યા. તેમાં એક સદી અને બે અડધી સદી સામેલ છે. રોહિતનો સર્વશ્રેષ્ઠ સ્કોર 161 રહ્યો, જ્યારે પંતનો 101. આ બન્નેએ ભારતને શ્રેણી વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

અશ્વિન અને અક્ષરને થયો ફાયદો

ભારતના સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલના બોલિંગમાં રેન્કિંગમાં મહત્વપૂર્ણ સુધાર થયો છે. સિરીઝના સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ થયેલા અશ્વિને ન્યૂઝીલેન્ડના નીલ વેગનરને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે. તે ઓગસ્ટ 2017 બાદ પ્રથમવાર આ સ્થાન પર પહોંચ્યો છે. અશ્વિન ઓલરાઉન્ડરોની યાદીમાં શાકિબ અલ હસનથી ઉપર ચોથા સ્થાન પર છે. પટેલે ચોથી ટેસ્ટમાં નવ વિકેટ ઝડપી જેથી તેના 552 પોઈન્ટની સાથે આઠ સ્થાનના ફાયદા સાથે 30માં સ્થાન પર પહોંચી ગયો છે.

પોતાની પ્રથમ ત્રણ ટેસ્ટ બાદ માત્ર બે બોલરો પૂર્વ ભારતીય લેગ સ્પિનર નરેન્દ્ર હિરવાણી (564) અને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ચાર્લી ટર્નર (553) એ તેનાથી વધુ રેટિંગ હાસિલ કર્યા હતા. ટર્નર 19મી સદીમાં રમતા હતા. ઈંગ્લેન્ડનો ડેન લોરેન્સ બેટ્સમેનોના રેન્કિંગમાં 93માં સ્થાને પહોંચી ગયો છે, જ્યારે જેમ્સ એન્ડરસન બોલરોમાં બે સ્થાન ઉપર ચઢી ચોથા સ્થાને પહોંચી ગયો છે.

(4:32 pm IST)