Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

રહસ્યમય સ્પિનર તરીકે ઓળખાતા વરૂણ ચક્રવર્તી ફરી ફિટનેસ ટેસ્ટમાં ફેલ

નટરાજન પણ સંપૂર્ણપણે સ્વસ્થ નથી

અમદાવાદ તા. ૧૧: આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર રહસ્યમય સ્પિનર તરીકે ઓળખાતા વરૂણ ચક્રવર્તીએ ભારતીય ટીમમાં ડેબ્યુ કરવા માટે રાહ જોવી પડશે. તામિલનાડુ તરફથી રમતો ર૯ વર્ષનો ખેલાડી ફિટનેસ-ટેસ્ટમાં ફરી ફેલ થયો છે, જેને કારણે તે ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં નહીં રમી શકે.

બીજી તરફ તામિલનાડુનો જ ર૯ વર્ષનો ફાસ્ટ બોલર ટી. નટરાજન પણ હજી સંપૂર્ણપણે સ્વસ્થ નથી થઇ શકયો. વરૂણ બેન્ગલોરમાં નેશનલ સ્પોર્ટ્સ એકેડેમીમાં ફિટનેસ-ટેસ્ટમાં ફેલ થતો રહ્યો છે. તો યોર્કર કિંગ નટરાજન ખભાની બીમારીથી પરેશાન છે.

(2:54 pm IST)