Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

ટી-૨૦માં નં.૧નો તાજ હાંસલ કરવા ટીમ ઇન્ડિયાને તક

હાલ ભારત બીજા અને ઇંગ્લેન્ડ પ્રથમ સ્થાનેઃ સિરીઝ જીતીશું તો ટોચના સ્થાને પહોંચી જશુ : ઇશાન કિશન, સુર્યકુમાર, રાહુલ તેવટીયા, વરૂણ ચક્રવર્તી સહિતના યુવા ખેલાડીઓ કૌવત બતાવશેઃ કાલે સાંજે ૭થી મુકાબલો

અમદાવાદ : ભારત સામેની ટેસ્ટ-સિરીઝ ૧-૩થી હાર્યા બાદ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ હવે ઓઈન મોર્ગનના નેતૃત્વમાં આવતી કાલથી અમદાવાદના નરેન્દ્રભાઇ મોદી સ્ટેડિયમમાં શરૂ થનારી પાંચ મેચોની ટીર૦ સીરીઝ જીતવા કોઈ કસર નહીં છોડે. સિરીઝની તમામ મેચો અમદાવાદના સ્ટેડિયમમાં સાંજે ૭ વાગ્યે શરૂ થશે. રેન્કિંગમાં હાલમાં ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ક્રમાંકે છે તો નંબર-વન પરથી ઊથલાવવાની ભારતીય ટીમને તક પણ છે.

ઇંગ્લેન્ડ સામેની સિરીઝ પહેલાં ભારતીય ટીમ ર૬૮ પોઇન્ટ સાથે ટીર૦ રેન્કિંગમાં બીજા ક્રમાંક પર પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ ૨૭૫ પૉઇન્ટ સાથે ભારત કરતાં માત્ર ૭પોઇન્ટ આગળ છે એટલે ભારતને નંબર-વન બનવા સોનેરી તક છે. ન્યુ ઝીલેન્ડ સામે રમાયેલી ટીર૦ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા હારી જતાંએ ૨૬૭ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંક પર પહોંચી ગઈ છે. બેટ્સમેનના રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ ત્રીજા ક્રમાંક પર તો વિરાટ કોહલી છઠ્ઠા ક્રમાંક પર છે. ઇંગ્લેન્ડનો બેટ્સમેન ડેવિડ માલન ૯૧૫ પૉઇન્ટ સાથે પહેલા ક્રમાંક પર તો ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ ૮૩૦ પૉઇન્ટ સાથે બીજા ક્રમાંક પર છે.

ભારતીય ટીમ આ મુજબ છે. રોહીત, રાહુલ, ધવન, કોહલી, શ્રેયસ ઇશાન, સુર્યકુમાર, સુંદર, અક્ષયપટેલ, રીષભ પંત, હાર્દિક પંડયા, દિપક, ચહલ, શાર્દુલ ઠાકુર, નટરાજન, રાહુલ તેવટીયા, ભુવનેશ્વરકુમાર, નવદીપ શૈની, વરૂણ ચક્રવર્તી  (૪૦.૯)

યુવા ખેલાડીઓનું ફોટો સેશન

લાંબા સમય બાદ આવતી કાલથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટીર૦ સિરીઝની પહેલી મૅચ રમાશે. ખેલાડીઓ પણ આ મેચને લઈને ભારે ઉત્સાહિત છે. મૅચ પહેલાં ખેલાડીઓના ફોટોસેશનનો એક વિડિયો પણ ક્રિકેટ બોર્ડ દ્વારા ઉતારાયો હતો. રિષભ પંત, અક્ષર પટેલ, ઇશાન કિશન, નવદીપ સૈની અને હાર્દિક પંડ્યાનો ફોટો પણ શૅર કરવામાં આવ્યો હતો. (૪૦.૯)

પાંચ ટી-૨૦ મેચોની સિરીઝ આ દિવસે રમાશે

તા.૧૨, તા.૧૪, તા.૧૬, તા.૧૮, તા.૨૦ માર્ચના ટી-૨૦ મેચો રમાશેઃ તમામ ટી-૨૦ મેચો અમદાવાદના નરેન્દ્રભાઇ મોદી સ્ટેડીયમ ખાતે રમાશે

(2:54 pm IST)