Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ભારતને હરાવવાના ચક્કરમાં સ્‍ટીવ સ્‍મિથે ફરી બેઇમાની કરીઃ બુટથી પિચને નુકશાન પહોંચાડયુ

નવી દિલ્હી: બોલ ટેંપરિંગ મામલા બાદ રમત જગતમાં સ્ટીવ સ્મિથની ખુબજ બદનામી થઈ હતી. એક વર્ષના બે બાદ તેણે ક્રિકેટમાં વાપસી કરી અને ધીરે ધીરે આ વાત બધા ભૂલવા લાગ્યા હતા. પરંતુ ફરી એકવાર સ્મિથે કંઇક એવું કર્યું કે, ત્યારબાદ તેના પર સવાલ ઉઠવા લાગ્યા છે.

જે એકવાર બેઈમાની કરે છે તે વારંવાર બેઈમાની કરે છે. ફેન્સ આ કહેવત સ્ટીવ સ્મિથ માટે ઉપયોગ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર સ્ટીવ સ્મિથને લઇને ફેન્સ રોષે ભરાયા છે અને ટ્વિટર પર સ્મિથ માટે ટ્રેન્ડ કરી રહ્યો છે. 'ચીટર'.

સ્ટીવ સ્મિથ ફરી બન્યો ચીટર

મેચની ચોથી ઈનિંગ્સ દરમિયાન જ્યારે ડ્રિંક્સ બ્રેક પડ્યો ત્યારે ઋષભ પંત પિચ છોડી પાણી પીવા જતો રહ્યો હતો. તે દરમિયાન સ્ટીવ સ્મિથ તકનો લાભ લઈ તેના બુટથી પિચને નુકસાન પહોંચાડ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ વિકેટ લેવા માટે મહેનત કરી રહી હતી, ત્યારે સ્મિથે તેમને બોલરની મદદ કરવાનો પ્રયત્ન કરવામાં આ હરકત કરી હતી. સ્ટીવ સ્મિથની આ હરકત સ્ટંપ્સમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ, પરંતુ ઓસ્ટ્રેલિયાની મીડિયાએ તેને સંતાડવાનો પ્રયત્ન કર્યો અને તે દરમિયાન ટીવી પર જૂની ફૂટેજ દેખાડવા લાગ્યા હતા.

ટીમ ઇન્ડિયાને હરાવવાના ચક્કરમાં સ્થિમની આ હરકત ફેન્સને પસંદ આવી નથી અને સ્મિથને ખુબ જ ટ્રોલ કરી રહ્યાં છે.

(5:26 pm IST)
  • કૃષિ કાનૂનના વિરોધમાં હરિયાણાના ધારાસભ્ય અભયસિંહ ચૌટાલાનું ધારાસભ્યપદેથી રાજીનામુ : સ્પીકરને પત્ર લખી જાણ કરી : જો 26 જાન્યુઆરી સુધીમાં કૃષિ કાનૂન પાછો ન ખેંચાય તો મારા આ પત્રને રાજીનામુ ગણી લેજો access_time 5:43 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં બોડેલી ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂ. ૬૧૩.૧૬ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત access_time 11:46 am IST

  • વિરાટ કોહલી પિતા બન્યાઃ પત્ની અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા છે. તેમના પત્ની અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો છે. લક્ષ્મીજીના આગમનથી પરિવારમાં ઉત્સાહ છવાયો છે. access_time 4:44 pm IST