Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

રોહીતની ૨૦૨૩ વન-ડે વર્લ્ડકપ સુધી કેપ્ટન તરીકે નિયુકતીઃ રાહુલને વાઇસ કેપ્ટન બનાવાશે

આરઆરની જોડી ટીમ ઇન્ડિયાને નવી ઉંચાઇએ લઇ જશે : સફેદ બોલના ફોર્મેટમાં બે અલગ અલગ કેપ્ટન રાખી ન શકીએઃ ગાંગુલીએ વિરાટ સાથે વાત કર્યા બાદ તેણે પણ નિર્ણય સ્વીકારી લીધો

નવી દિલ્હીઃ બીસીસીઆઇએ રોહિત શર્માને ભારતીય વન-ડે ટીમના નવા કેપ્ટન તરીકે નિયુકત કર્યા છે.હવે ટૂંક સમયમાં વન-ડે ટીમના નવા વાઇસ કેપ્ટનની જાહેરાત કરી શકે છે.

 માનવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલને ભારતીય વનડે ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે.  હાલમાં તે ટી-૨૦ ફોર્મેટમાં રાષ્ટ્રીય ટીમનો વા.કેપ્ટન છે. આવી સ્થિતિમાં હવે તેને વન-ડે ફોર્મેટમાં પણ આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ખુલાસો કર્યો છે કે વિરાટ કોહલીએ ભારતના ટી-૨૦ કેપ્ટન તરીકે ચાલુ રાખવાનો ઇનકાર કર્યા બાદ પસંદગીકારોએ રોહિત શર્માને બોલાવ્યા હતા. તેમણે વન-ડે ટીમની કમાન સોંપવાનું મન બનાવી લીધું હતું, કારણ કે   મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ટીમ પાસે બે અલગ-અલગ કેપ્ટન ન હોઈ શકે.

રોહિત શર્માને ૨૦૨૩  વન-ડે વર્લ્ડ કપ સુધી વન-ડે ટીમના કેપ્ટન તરીકે નિયુકત કર્યા છે.  ગાંગુલીએ કહ્યું કે આ અંગે કોહલી સાથે વાત કરવામાં આવી હતી અને તેણે આ નિર્ણય સ્વીકારી લીધો છે. અમે વિરાટ કોહલીને ટી-૨૦ કેપ્ટન પદ છોડવાની વિનંતી કરી હતી, પરંતુ તે આ પદ પર ચાલુ રહેવા માંગતા ન હતા.  તેથી જ પસંદગીકારોને લાગ્યું કે તેઓ સફેદ બોલના બે ફોર્મેટમાં બે અલગ-અલગ કેપ્ટન ન રાખી શકે.

  ગાંગુલીએ વધુમાં જણાવ્યું હતું કે પસંદગીકારોને લાગ્યું કે સફેદ બોલનું ફોર્મેટ બહુવિધ કેપ્ટનો સાથે મૂંઝવણમાં પરિણમશે, તેથી ચેતન શર્માની આગેવાની હેઠળની સમિતિએ સૂચવ્યું કે માત્ર એક જ કેપ્ટન હોય તે વધુ સારું રહેશે.

(2:51 pm IST)