Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

વિરાટ ICC ટ્રોફી જીતી ન શકયો એટલે કેપ્ટનશીપ ગુમાવવાનો વારો આવ્યોઃ હવે વન-ડે ટીમમાંથી પણ હકાલપટી?

નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ ટી-૨૦ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો ત્યારે તેણે સોશ્યલ મીડિયામાં તેની જાણકારી આપી હતી. જયારે વન-ડે ટીમની કેપ્ટનશી૫ પણ છીનવાયા બાદ આ મામલે તેની હજુ સુધી કોઈ પ્રતિક્રીયા સામે આવી નથી.

તેનો મતલબ એ જ થાય છે કે વિરાટે તેની મરજીથી વન-ડેની કેપ્ટનશીપ છોડી નથી. એક રિપોર્ટ અનુસાર કોહલી આઈસીસી ટ્રોફી જીતી ન શકતા મોટુ નુકસાન વેઠવું પડયું છે. આઈસીસી ટ્રોફીમાં ભારતના સતત ખરાબ દેખાવના લીધે બીસીસીઆઈ નારાજ હોવાનું અને અંતે આ નિર્ણય લીધો હોવાનું જણાય છે.

રોહીત શર્માને ટી-૨૦ કેપ્ટન બનાવાયા બાદ પસંદગી કારોએ નિર્ણય લઈ લીધો હતો કે વન-ડેની કેપ્ટનશીપ પણ તેને જ આપવામાં આવે.  પરંતુ બીસીસીઆઈ ટી-૨૦ વર્લ્ડકપ પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યું હતું. વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના ખૂબ જ નબળા પ્રદર્શનના કારણે વિરાટની કેપ્ટનશીપ ગુમાવવાનું નકકી હતું. શું વિરાટને હવે વન-ડે ટીમમાંથી પણ હકાલપટી થશેએ ચર્ચાએ જોર પકડયું છે.(૩૦.૭)

નસીબમાં ન હતા આ ખિતાબ

* ૨૦૧૭ વન-ડે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં હાર્યા.

*૨૦૧૯ વન-ડે વર્લ્ડકપમાં સેમીફાઈનલમાં હાર

* ૨૦૧૨ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ફાઈનલમાં હાર

* ૨૦૨૧ ટી-૨૦ વર્લ્ડકપમાં લીગ ગ્રુપમાંથી બહાર

(2:51 pm IST)