Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

ચેલેન્જર ટ્રોફીઃ ભારત-એ મહિલા ટીમ ચેમ્પિયન

નવીદિલ્હીઃ પૂજા વસ્ત્રાકરની આગેવાની હેઠળની ઈન્ડિયા ડી ફાઈનલ પહેલા એક પણ મેચ હારી નથી.  પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૧૯ રન બનાવ્યા હતા. ઓપનર એસ મેઘનાએ ૪૪ બોલમાં ૪૫ રન અને લોઅર ઓર્ડર બેટ્સમેન અમનજોત કૌરે ૭૪ બોલમાં ૫૫ રન બનાવ્યા હતા.  સ્નેહ રાણાની આગેવાનીમાં ઈન્ડિયા  A એ ૪૫.૪ ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો.  ભાટિયાએ ૧૦૨ બોલમાં ૮૬ રન અને લક્ષ્મીએ ૭૦ બોલમાં ૬૪ રન બનાવ્યા હતા.  આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓએ ભાગ લીધો હતો.ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ રમી રહેલા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો.  અનુભવી સ્પિનર રાજેશ્વરી ગાયકવાડે ૧૦ ઓવરમાં ૩૬ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી પરંતુ ટીમને હારમાંથી બચાવી શકી નહોતી.  સ્પિનર વી ચંદુએ ટૂર્નામેન્ટમાં ત્રણ મેચમાં ૧૦ વિકેટ લીધી હતી.  મેઘનાએ સૌથી વધુ ૨૦૭ રન બનાવ્યા હતા.  ભારતીય બેટ્સમેન યાસ્તિકા ભાટિયા અને સી ઝાંસી લક્ષ્મીની અર્ધસદીની મદદથી ઈન્ડિયા A એ મહિલા ચેલેન્જર ટ્રોફીની ફાઇનલમાં ઈન્ડિયા ડીને ત્રણ વિકેટથી હરાવ્યું હતું.

(2:51 pm IST)