Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

એશિયા કપ માટે ભારતની અન્ડર-૧૯ ટીમ જાહેરઃ દિલ્હીના યશ ધુલને કમાન

૨૩ ડિસેમ્બરથી યુએઇમાં રમાશે ટુર્નામેન્ટ, ટીમ બેંગ્લોરમાં એનસીએમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૨માં રમાનારી ICC મેન્સ U19 ક્રિકેટ વર્લ્ડકપ માટે ભારતની ટીમની જાહેરાત પછીથી કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ મહિનાની ૨૩મી તારીખથી શરૂ થઈ રહેલા અંડર-૧૯ એશિયા કપ માટે ૨૦ સભ્યોની ટીમની જાહેરાત કરી છે.  બોર્ડે નેશનલ ક્રિકેટ એકેડમીમાં આયોજિત થનારા શિબિર માટે ૨૫ સભ્યોની ટીમની પણ જાહેરાત કરી છે, જે ૧૧ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન શિબિરમાં ભાગ લેશેએશિયા કપ ૨૩ ડિસેમ્બરથી સંયુકત આરબ અમીરાતમાં શરૂ થઈ રહ્યો છે.  આ પહેલા ટીમ બેંગ્લોરમાં NCAમાં ભાગ લેશે.

  દિલ્હીના બેટ્સમેન યશ ધુલને ટીમની કમાન મળી છે.  સાથે જ ટીમમાં બે વિકેટ કીપરને જગ્યા મળી છે.  દિનેશ બનાના અને આરાધ્યા યાદવ બે વિકેટકીપર છે.  આ ટૂર્નામેન્ટમાં ભારતે તેની પ્રથમ મેચ ૨૩ ડિસેમ્બરે યજમાન UAE સામે રમવાની છે. આ પછી ૨૫ ડિસેમ્બરે ભારતનો મુકાબલો તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ૨૭ ડિસેમ્બરે ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે રમશે.  લીગ સ્ટેજ બાદ પ્રથમ સેમિફાઇનલ ૩૦ ડિસેમ્બરે રમાશે.  બીજી સેમિફાઇનલ પણ તારીખે રમાશે. નવા વર્ષમાં ૧ જાન્યુઆરીએ ફાઈનલ રમાશે.

ભારતની અંડર ૧૯ એશિયા કપની ટીમઃ હરનૂર સિંહ પન્નુ, અંગક્રિશ રઘુવંશી, અંશ ગોસાઈ, એસકે રશીદ, યશ ધૂલ (કેપ્ટન), અન્નેશ્વર ગૌતમ, સિદ્ધાર્થ યાદવ, કૌશલ તાંબે, નિશાંત સિંધુ, દિનેશ બાના (wk), આરાધ્યા યાદવ (રજાવદ), રાજવી બાવા, રાજવર્ધન હંગરગેકર, ગર્વ સાંગવાન, રવિ કુમાર, ઋષિથ રેડ્ડી, માનવ પારખ, અમૃત રાજ ઉપાધ્યાય, વિકી ઓસ્તવાલ, વાસુ વત્સ (ફિટનેસ કિલયરન્સને આધીન)

 સ્ટેન્ડબાય ખેલાડીઓ કે જેઓ NCA ખાતે તૈયારી શિબિરમાં હાજરી આપશેઃ આયુષ સિંહ ઠાકુર, ઉદય સહારન, શાશ્વત ડાંગવાલ, ધનુષ ગૌડા, પીએમ સિંહ રાઠોડ

(2:50 pm IST)