Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

કોરોનાકાળમાં પણ BCCIની છપ્પરફાડ કમાણી

૨૦૨૦-૨૧માં BCCIએ કર્યો ૧૫૯૪.૬૭ કરોડનો નફો : બોર્ડ પાસે ૧૮૦૧૧.૮૪ કરોડ રૂપિયાઃ ફંડ ૧૦૧૨૪.૦૭ કરોડ રૂપિયા

મુંબઈઃ કોરોના મહામારીનો પ્રકોપ હોવા છતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નેટ વર્થમાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર બીસીસીઆઈનો નેટ વર્થ ૧૮૦૧૧.૮૪ કરોડ આંકવામાં આવી છે.

૨૦૨૦-૨૧ કોરોનાની મહામારીએ સમગ્ર દેશને જ નહિ પણ દુનિયાભરના અર્થતંત્રને હલાવી દીધું હતું. આવા સમયે પણ બીસીસીઆઈએ ૧૫૯૪.૬૭ કરોડની માતબર કમાણી કરી છે.

બીસીસીઆઈની ૨૦૨૦-૨૧ બેલેન્સશીટ અનુસાર ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી બોર્ડની કુલ સંપતિ ૧૮૦૧૧.૮૪ કરોડ રૂપિયા હતી. જેમાં ૪૩૨૯.૫૭ કરોડ રૂપિયા સામાન્ય નિધિ, ૩૫૫૮.૨૦ કરોડ નિર્ધારીત નિધિ જયારે ફંડ ૧૦૧૨૪.૭૭ કરોડ રૂપિયા હતું.

જો કે બોર્ડને ૨૦૨૦-૨૧માં ૭૦૭.૯૧ કરોડની ઓછી કમાણી કરી હતી. તેના ખર્ચમાં પણ ઘટાડો થયો છે. બોર્ડે આ સત્રમાં ૨૬૫૮.૨૦ કરોડની આવક કરી (૨૦૧૯-૨૦માં આ આવક ૩૩૬૬.૧૧ કરોડ હતી) ગત વર્ષે બોર્ડે ૨૧૭૬.૭૭ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.

(12:31 pm IST)