Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

યુથ ઓલમ્પિક ગેમ્સ માટે ક્વાલિફાયર કરીને ગુજ્જુ માનવ ઠક્કરે રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી:ગુજરાતના યુવા આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે યુથ ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કરીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે માનવ યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ક્વોલિફાય થનારો સૌપ્રથમ ગુજરાતી ખેલાડી બની ગયો છે.     બેંગકોકમાં યોજાયેલી રોડ યુ બ્યુનોસ એર્સ ૨૦૧૮ યુથ ઓલિમ્પિક ગેમ્સ -એશિયન ટુર્નામેન્ટમાં માનવ ઠક્કરે મેન્સ સિગલ્સ ટાઈટલ જીતી લીધું હતુ. હાલમાં વર્લ્ડ જુનિયર રેન્કિંગમા બીજું સ્થાન ધરાવતા માનવ ઠક્કરે સિંગાપોરના શાઓ જોશ ચુઆને ૧૧-૪, ૧૧-૭, ૧૧-૨, ૧૧-૯થી હરાવીને યુથ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતુ. તેણે ટુર્નામેન્ટમાં પનામાના જાકોબો વાહ્નીશને અને જોર્ડનના ખાઈદ ખાદેરને પણ પરાજય આપ્યો હતો. માનવે આ અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, અગાઉ બે વખત યુથ ઓલિમ્પિકના ક્વોલિફાયર્સમાં હુ સફળતા મેળવી શક્યો નહતો. જો હું અહી હારી જાત તો મારે ક્વોલિફાયર્સમાં ભાગ લેવા માટે કેનેડા જવું પડત. જોકે અહી મળેલી સફળતાથી હું ખુબ જ ખુશ છું. નોંધપાત્ર છે કે, માનવ ઠક્કર અગાઉ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં પણ નોંધપાત્ર સફળતા મેળવી ચૂક્યો છે. તેણે એક સમયે જુનિયર રેન્કિંગમાં વર્લ્ડ નંબર વનનું સ્થાન પણ પ્રાપ્ત કર્યું હતુ.
 

(4:59 pm IST)