Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

હોટ ચોકલેટ સાથે વેનિલા આઈસ્ક્રીમ ખાઈને મેદાનમાં આવે છે સૂર્યકુમાર યાદવ

મુંબઈના ફટકેબાજ બેટ્સમેન સૂર્યકુમાર યાદવની પત્નિ દેવીશા અને વડોદરાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાની પત્નિ પંખુડીનો એક વિડીયો મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ટ્વીટર - એકાઉન્ટ પર મૂકવામાં આવ્યો છે જેમાં યાદવ અને પંડ્યાની પત્નિ તેમના પતિઓ મેદાન પર જતાં પહેલા શું કરે છે એની જાણકારી આપી છે. એન્કર સાથેની વાતચીતનો આ વિડીયો વાયરલ થયો છે. દેવિશાને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તે એન્કરને કહે છે કે સૂર્યકુમાર યાદવ મેદાન પર ઉતરતા પહેલા હોટ ચોકલેટ સાથે ચોકલેટ બ્રાઉની અને વેનીલા આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે.

(4:25 pm IST)