Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન: પીવી સિંધુ બાદ સાઇના નહેવાલનો પણ પરાજય : ટુર્નામેનેટમાંથી બહાર

નવી દિલ્હી : ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ કેરોલિના મારિને  સાઇના નેહવાલને હરાવતા મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન  ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત આવ્યો છે સાઇના નેહવાલને મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં મારિને સીધી ગેમમાં હરાવી તો તે પહેલા વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુએ હારનો સામનો કરવો પડ્યો હતો સિંધુને મહિલા સિંગલ્સમાં અંતિમ-8 મુકાબલામાં ચીની તાઇપેની તાઇ જુ યિંગે પરાજય આપ્યો હતો. 

પાછલા વર્ષે ખરાબ ફોર્મમાં રહેલી સિંધુ પાસે નવા વર્ષે સારા પ્રદર્શનની આશા હતી, પરંતુ યિંગે સિંધુને વર્ષની પ્રથમ ટૂર્નામેન્ટના મહત્વના મુકાબલામાં 21-16, 21-16થી હરાવી નિરાશ કરી દીધી હતી. આ મેચ 36 મિનિટ સુધી ચાલી હતી. આ સિંધુની યિંગ વિરુદ્ધ 12મી હાર છે. સિંધુ માત્ર પાંચ વખત પૂર્વ નંબર-1ની સામે જીત હાસિલ કરી શકી છે. ઉલ્લેખનીય છે કે સિંધુએ વિશ્વ ચેમ્પિયનની ક્વાર્ટર ફાઇનલમાં યિંગને હરાવી હતી. 

(10:51 pm IST)