Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ધોનીનુ ટી-૨૦ કરિયર હજુ જીવિત છે તે ઇન્ડિયન પ્રિમીયર લીગમા રમશેઃ રવિ શાસ્ત્રીની જાહેરાત

નવી દિલ્હીઃ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની (MS Dhoni) નિવૃતીની અટકળો વચ્ચે ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ (Ravi Shastri) કહ્યું કે, વિકેટકીપર-બેટ્સમેનનું ટી20 (T20) કરિયર હજુ જીવિત છે. રવિ શાસ્ત્રીએ એક ખાનગી સમાચાર ચેનલ સાથે વાતચીતમાં ધોની વિશે વાત કરી અને કહ્યું કે, ભારતને બે વિશ્વ કપ અપવનાર કેપ્ટન ક્યારેય પોતાને ટીમ પર થોપતો નથી. રોચ શાસ્ત્રીએ કહ્યું, 'ધોનીનું ટી20 કરિયર હજુ જીવિત છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમશે.'

તેમણે કહ્યું, 'ધોની વિશે એક વાત જાણું છું કે તે ખુદને ટીમ પર ક્યારેય થોપતો નથી. જો તેને લાગે છે કે તે રમવાનું ચાલુ રાખી શકું તેમ નથી તો ટેસ્ટ ક્રિકેટની જેમ કહી દેશે. પરંતુ તે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરે છો તો તે આ ફોર્મેટમાં આગળ રમવાનું ચાલુ રાખી શકે છે. રવિ શાસ્ત્રીના સંકેતોથી સમજી શકાય છે કે ધોની આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમનો સભ્ય હશે. 

ધોની જુલાઈ 2019થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યો નથી, પરંતુ તેણે નિવૃતીને લઈને સ્પષ્ટ રીતે કોઈ વાત કરી નથી. તેવામાં ઓસ્ટ્રેલિયામાં તેનો અનુભવ ટીમને ઘણો કામ આવી શકે છે. આઈપીએલમાં તેના રમવાને વિશ્વકપની તૈયારીનો ભાગ માનવામાં આવી રહ્યો છે, પરંતુ તેની પહેલા જોવાનું રહેશે કે ધોની ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે પસંદ કરાનારી ભારતીય ટીમમાં જગ્યા બનાવી શકશે કે નહીં. 

(8:23 pm IST)