Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ફિફા વિશ્વ કપ-2021: 17 જૂનથી થઇ શકે છે આરંભ: ફિફા પરિષદની મંજૂરીની રાહ

નવી દિલ્હી: ફીફા ક્લબ વર્લ્ડ કપ -2021 17 જૂનથી શરૂ થઈ શકે છે જ્યારે ફાઇનલ 4 જુલાઇએ રમાઇ શકે છે. ચાઇના ફૂટબોલ  એસોસિએશન (સીએફએ) ના સ્ત્રોતે ગુરુવારે સિન્હુઆને કહ્યું હતું કે ક્લબ વર્લ્ડ કપની પ્રથમ અને અંતિમ મેચ બંને શાંઘાઈમાં રમી શકાય છે. પ્રસ્તાવ ફિફા કાઉન્સિલની મંજૂરીની રાહ જોઈ રહ્યો છે.ફૂટબોલની વિશ્વ નિયમનકારી સંસ્થા, ફીફાના પ્રમુખ, ગિન્ની ઈન્ફન્ટિનોએ ઓક્ટોબર -2018 માં જણાવ્યું હતું કે, ચીન 2021 માં નવા ક્લબ વર્લ્ડ કપના પ્રથમ સંસ્કરણનું આયોજન કરશે.નવો ક્લબ વર્લ્ડ કપ દર 4 વર્ષે એકવાર યોજાશે જેમાં 24 ટીમો ભાગ લેશે. અગાઉ ક્લબ વર્લ્ડ કપ દર વર્ષે યોજવામાં આવ્યો હતો, જેમાં ફક્ત 7 ટીમોએ ભાગ લીધો હતો. ચીનના 8 શહેરો ક્લબ વર્લ્ડ કપનું આયોજન કરશે.

(5:29 pm IST)