Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

રિચાડર્સે કહ્યું અમેઝીંગ, જસ્ટ અમેઝીંગ વિરાટ કોહલી : કોહલીએ આભાર માન્યો

થિરૂવનંતપુરમ : ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બીજી ટી૨૦ મેચ ગઈ કાલે થિરૂવનંતપુરમમાં રમાઈ હતી, પણ પહેલી ટી૨૦માં વિરાટ કોહલીની નોટ-આઉટ ૯૪ રનની ઇનિંગનાં વખાણ હજી પણ કરાઈ રહ્યાં છે. વેસ્ટ ઇન્ડીઝના લેજન્ડ વિવિયન રિચર્ડ્સે ખુદ સામે આવીને સોશ્યલ મીડિયા પર કોહલીની વાહવાહી કરી છે.

કોહલીની ધમાકેદાર ઇનિંગની પ્રશંસા કરતાં રિચર્ડ્સે કહ્યું હતું કે અમેઝિંગ, જસ્ટ અમેઝિંગ વિરાટ કોહલી.

કોહલીએ રિચર્ડ્સની આ વાતનો જવાબ આપતાં તેનો આભાર માન્યો હતો. કોહલીએ કહ્યું હતું કે થેન્ક યુ બિગ બોસ. તમારા તરફથી આ વાત કહેવામાં આવી એ મારા માટે ઘણી મહત્ત્વની છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી૨૦ મઙ્ખચ પહેલાં કોહલીએ આ ફાઙ્ખર્મેટમાં દ્યરઆંગણે કુલ ૯૭૫ રન બનાવ્યા છે. જો વિરાટ થિરુવનંતપુરમમાં રમાનારી ટી૨૦માં ૨૫ રન બનાવી લે તો આ ફોર્મેટમાં ૧૦૦૦ રન બનાવનારો તે પહેલો ભારતીય પ્લેયર બની જશે.

(3:47 pm IST)