Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ક્રિકેટ સાઉથ આફ્રિકાના ડિરેકટર બનશે ગ્રેમ સ્મિથ

જોહનિસબર્ગ : સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ પ્લેયર અને કેપ્ટન ગ્રેમ સ્મિથ ક્રિકેટ સાઉથ આફ્રિકાના ડિરેકટર બનશે. પ્રેસીડન્ટ ક્રિસ નેન્ઝાનીના વડપણ હેઠળ મળેલી મીટીંગમાં આ જાણકારી આપવામાં આવી હતી. આવતા બુધવાર સુધી તેમના કોન્ટ્રેકટની શરતો અને અન્ય બાબતો નક્કી કરી લેવામાં આવશે. જો સ્મિથ આ પદ સ્વીકારવા સંમત થશે તો તે ટીમ સાથે રહી શકશે. સાઉથ આફ્રિકાની ટીમ ૨૬ ડિસેમ્બરથી ઈંગ્લેન્ડ સાથે ચાર ટેસ્ટ મેચની સીરીઝ રમશે.

(3:45 pm IST)