Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

જુનિયર નેશનલ એથ્લેટીક્સ સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓ ઝળક્યા:15 મેડલ જીતી ગૌરવ વધાર્યું

ગોલ્ડ મેડલ, 8 સીલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ સહીત કુલ 15 મેડલ મેળવ્યા

અમદાવાદ : રાજ્યના યુવા ખેલાડીઓએ  રાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ રોશન કરી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે 

 આંધ્રપ્રદેશના ગુન્ટૂર ખાતે 35મી જુનિયર નેશનલ એથલેટીક્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ભારતભરમાંથી 2500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતના ખેલાડીઓએ 3 ગોલ્ડ મેડલ સહીત કુલ 15 મેડલો મેળવી ગુજરાતમાં ઈતિહાસ રચ્યો છે. આ અગાઉ એથ્લેટીક્સની જુનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં ક્યારેય ગુજરાત ટીમને આટલા મેડલો પ્રાપ્ત થયા નથી. ગત વર્ષે આ સ્પર્ધામાં ગુજરાતને કુલ 8 મેડલ મળ્યા હતા જેની તુલનામાં હાલ 3 ગોલ્ડ મેડલ, 8 સીલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ સહીત કુલ 15 મેડલ મેળવ્યા છે,

  ગુજરાતના આ ખેલાડીઓ ગુજરાત સરકારની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત ડી.એલ.એસ.એસ. તથા નડિયાદ અને દેવગઢ બારિયા મુકામે ચાલતી એથ્લેટીક્સ એકેડમીના ખેલાડીઓ છે. જેઓને રહેવા-જમવા તથા અદ્યતન સુવિધાથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં એક્સપર્ટ કોચ દ્વારા વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત અભ્યાસ, સ્પોર્ટ્સ કીટ, મેડીકલ તથા સ્ટાઇપેન્ડ જેવી સુવિધા પણ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પૂરી પાડવામાં આવે છે.

(12:23 pm IST)