Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

રૂસમાં શરૂ થનારા ફુટબોલના મહાસમરમાં વર્લ્ડકપ મેચોમાં એક બેહરા સફેદ બિલ્લા એચિલેસ મેચોની ભવિષ્યરાણી કરશે

મોસ્કો : વિશ્વ કપ 2010માં જે રીતે ઓક્ટોપલ પોલે ભવિષ્યવાણી કરી હતી, આજ રીતે રૂસમાં શરૂ થનારા ફુટબોલના આ મહાસમરમાં એક બેહરા સફેદ બિલ્લા એચિલેસ આ કામ કરશે. ફીફા વર્લ્ડ કપની શરૂઆત 14 જૂનથી થઈ રહી છે. 

પોલે 2010માં ખાનાથી ભરાયેલા બે બોક્સમાંથી એકને પસંદ કરીને વિશ્વ કપ વિજેતાનું અનુમાન લગાવ્યું હતું. એચિલેસની સામે ટીમોના ધ્વજ ચિન્હિત બાઉલ રાખવામાં આવશે. 

હર્મિટેજ મ્યૂજિયમમાં બિલાડીની દેખરેખ કરનારી અન્ના કોંડ્રાટિયેવાએ કહ્યું, અમે એચિલેસને પસંદ કરી, કારણ કે તે સુંદર છે અને તેની આંખ બ્લુ છે. તે બેરી છે તેનું અનુમાન ખૂબ ચોક્કસ હોઈ છે.

કોંડ્રાટિયેવાએ કહ્યું કે, ગત વર્ષે એચિલેસે પોતાના ગૃહ નગરમાં રમાયેલા કોન્ફેડરેશન કપ મેચોમાં પરિણામોની ભવિષ્યવાણી કરી હતી. મહત્વની વાત છે તે તેનું એકપણ અનુમાન ખોટુ પડ્યું નથી. 

(11:32 pm IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST

  • આજે ફરી તટીય મહારાષ્ટ્ર, ગોવામાં અતિ ભારે વરસાદની સંભાવના : ગઈકાલે મહારાષ્ટ્રમાં ચોમાસાનો પ્રારંભ થયા બાદ આજે રાજ્યના તટીય ભાગો, મુંબઈ અને ગોવામાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તટીય કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પહેલેથી જ વરસાદની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પ્રશાસન કોઈ પણ ઈમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ પર છે. BMC કર્માચારીઓની વીકેન્ડની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. access_time 11:16 am IST

  • ઉત્તરપ્રદેશનાં 11 જિલ્લામાં તોફાનનાં કારણે 26 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 4 જાનવરોનાં પણ મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટોને પ્રભાવિત લોકોને રાહત આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે. શનિવારે મુંબઇનાં કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ થયો હતો જેનાં કારણે માયાનગરીની ગતિ અટકી ગઇ હતી. શહેરનાં કેટલાક હિસ્સાઓમાં પાણી ભરાઇ ગયું હતું. મુંબઇ નજીકના ઠાણેમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી હતી. access_time 2:39 am IST