Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ભારતીય ઘરેલુ ક્રિકેટનો સ્ટાર જલજ સકસેના તેને આપવામાં આવતા એવોર્ડથી સંતુષ્ટ નથીઃ ટીમ ઇન્ડિયામાં પસંદગી ન થતા નારાજગી

વી દિલ્હીઃ ભારતીય ઘરેલુ ક્રીકેટનો સ્ટાર જલજ સકસેના તેને આપવામાં આવતા એવોર્ડથી સંતુષ્ટ નથી તેની ટીમ ઇન્ડીયામાં પસંદગી ન થતા નારાજગી તેણે વ્યક્ત કરી છે

જલજને ઘરેલૂ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન માટે આવનાર અઠવાડીયે બીસીસીઆી, માધવરાવ સિંધિયા એવોર્ડથી સન્માનિત કરશે પરંતુ તેમનુ માનવું છે કે, પાછલા વર્ષે જ્યારે તેમની ઈન્ડિયાની એ ટીમમાં પણ પસંદગી કરવામાં આવી નહતી તો પછી તેને આ એવોર્ડ આપીને અપમાનિત કેમ કરવામાં આવી રહ્યો છે.

સમાચાર પત્ર ઈન્ડિયન એક્સપ્રેસથી વાત કરતાં જલજનું કહેવું છે કે, 'બધા લોકો મને કહે છે કે, બીબીસીઆઈ પાછલા ચાર વર્ષથી મને એવોર્ડ આપે છે પરંતુ ટીમમાં સિલેક્ટ કેમ કરતી નથી ત્યારે મને ખુબ જ અપમાનજનક લાગે છે.'

રણજી ટ્રોફીની 2014-15 સિઝનમાં જલજને બેસ્ટ ઓલ રાઉન્ડરના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 2015-16ની સિઝનમાં પણ તે બેસ્ટ ઓલરાઉન્ડર બન્યો. 2017-18માં પણ આ ખિતાબ તેના નામે જ રહ્યો. મૂળ રૂપમાં મધ્યપ્રદેશ માટે રમી રહેલ 31 વર્ષિય જલસ સક્સેના પાછલા 12 વર્ષોથી ક્રિકેટ રમી રહ્યો છે અને પાછલા વર્ષથી તેને કેરલની ટીમ તરફથી રમવાનું શરૂ કર્યું છે.

(11:30 pm IST)
  • શિવસેનાએ ભાજપનુ નાક દબાવ્યું: વિધાનસભાની ર૮૮ બેઠકોમાંથી ૧પર બેઠકો માંગીઃ ભાજપને ૧૩૬ બેઠકોની ઓફરઃ સીએમ પણ ઉધ્ધવ પોતાના પક્ષના ઇચ્છે છે જો કે ભાજપ ૧૩૦ થી વધુ બેઠક આપવાના મુડમાં નથી. access_time 3:49 pm IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • સીરિયાના બળવાખોર કબ્જાગ્રસ્ત ઇદ્લીબ પ્રાંતના એક ગામ પર રશિયાએ ફરી કર્યા ઘાતક હવાઈ હુમલાઓ : ૬ બાળકો સહિત લગભગ ૪૪ લોકોના મોત થયાનું બહાર આવ્યું : જોકે રશિયાએ આ વાતનો રદિયો આપતાં કહ્યું છે કે તેમણે આ હુમલાઓ નથી કર્યા access_time 12:37 pm IST