Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

રોમાંચના સૌદાગર ડિયેગો મારડોનાના દેખાવની યાદ

૧૯૮૬માં એકલા હાથ મારડોનાએ ટ્રોફી જીતાડી : ઝોપપટ્ટીથી નિકળેલા મારડોનાની અભૂતપૂર્વ લોકપ્રિયતા

મોસ્કો,તા.૯ : ફીફા વર્લ્ડ કપની શરૂઆત થવા આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ફુટબોલ  વર્લ્ડ કપ ૧૯૮૬ની વાત કરવામાં આવે તો આ વર્લ્ડ કપમાં રોમાંચના સૌદાગર ડિયેગો મારડોનાએ તમામને રોમાંચિત કર્યા હતા. ફુટબોલના બેતાજ બાદશાહ પેલે બાદ વ્યક્તિગત કુશળતા અને પગના જાદુથી કોઇ ખેલાડી જો છવાયો છે તો તે ડિયેગો મારડોના છે. પેલેની જેમ જ દસ નંરની જર્સી પહેરીને મેદાનમાં ઉતરનાર મારડોનાએ વર્ષ ૧૯૮૬માં પોતાની ટીમ આર્જેન્ટિનાને વર્લ્ડ કપ અપાવવામાં નિર્ણાયક ભૂમિકા અદા કરી હતી. આર્જેન્ટિનાના પાટનગર બ્યુનોસ એરના ઝોપડપટ્ટીમાંથી નિકળેલા મારડોનાએ ફુટબોલ જગતમાં અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી હતી. તે ફુટબોલ દુનિયામાં શહેનશાહ બની ગયો હતો. વર્ષ ૧૯૯૪ના વર્લ્ડ કપમાં તેને નશીલી ચીજવસ્તુઓના ઉપયોગ કરવાને મામલે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ઓછી ઉંચાઇ હોવા છતા તે વિપક્ષી ટીમ પર હુમલા કરવામાં ખુબ નિષ્ણાંત હતો. મારડોનાના કેટલાક નકારાત્મક પાસા પણ રહ્યા હતા. જેના કારણે તેની લોકપ્રિયતા અને રમત પર અસર થઇ હતી. તે નશીલી દવાના ઉપયોગ, પોતાની ક્લબના અધિકારીઓ સાથે ખરાબ વર્તન, પત્રકારો સાથે ખરાબ વર્તન જેવી ટેવના કારણે બદનામ થયો હતો. તેને પોતાના વર્તનના કારણે જેલની હવા પણ ખાવી પડી હતી. ત્યારબાદ આર્જન્ટિનાના કોચ બનીને ફરી લોકપ્રિય થયો હતો. જાણકાર ફુટબોલ દિગ્ગજ માને છે કે તે મહાન ખેલાડી તરીકે રહ્યો છે. મારડોનાની રમત પર પોતાના સમયમાં ફુટબોલ પ્રેમી ફિદા હતા. તેની રમતને જોવા માટે  ચાહકો ઉમટી પડતા હતા. કેટલીક ટેવ સારી રહી હોત તો તે વધારે લોકપ્રિય થયો હોત.

(12:54 pm IST)