Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

આઇપીઅેલમાં કિંગ્સ ઇલેવન પંજાબના બોલર અેન્‍ડ્ર્યૂ ટાઇને ૧૦ મેચમાં ૧૬ વિકેટ ઝડપતા પર્પલ કેપ મળતા ભાવુક થઇને રડી પડ્યો

જયપુરઃ આઈપીએલ 2018માં કિંગ્સ ઈલેવન પંજાબના બોલર એન્ડ્ર્યૂ ટાઈએ પોતાની બોલિંગથી બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા. પોતાની ધારદાર બોલિંગના દમે રમેલી 10 મેચોમાં 16 વિકેટ ઝડપી છે. અને આ કારણે જ તેને પર્પલ કે મળી છે.

મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામે એન્ડ્ર્યૂ ટાઈએ શાનદાર બોલિંગ કરી. પોતાની 4 ઓવરમાં 34 રન આપીને તેણે ચાર વિકેટો ઝડપી. આ આઈપીએલ સિઝનમાં ટાઈનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. જોકે અલગ વાત એ રહી કે તેની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે આ મુકાબલો 15 રને હારી હઈ. પરંતુ તે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો. ટાઈએ પોતાની 4માંથી ત્રણ વેકેટ તો ઈનિંગની અંતિમ ઓવરોમાં ઝડપી. જેના કારણે કિંગ્સ ઈલેવન પંજાબ રાજસ્થાન રોયલ્સને 158 રન પર રોકવામાં સફળ રહી.

આ પ્રદર્શનના દમ પર એન્ડ્ર્યૂ ટાઈને પર્પલ કેપ મળી. જ્યારે ટાઈને મેદાન પર પર્પલ કેપ પહેરાવાઈ તો તે ભાવુક થઈને રડવા લાગ્યો. અને ઈન્ટરવ્યૂ દરમિયાન ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યો. આ દરમિયાન ટાઈએ કોમેન્ટેટરને જણાવ્યું કે આજે જે તેના દાદીમાંનો દેહાંત થયો છે. એવામાં ટાઈએ પોતાની પર્પલ કેપ દાદીમાને સમર્પિત કરી.

ટાઈએ રડતા રડતા કહ્યું કે, આજે જ મારા દાદીનો સ્વર્ગવાસ થયો છે. હું મારી આ સફળતાના દાદીને સમર્પિત કરું છું. આ મારા માટે ખૂબ જ ભાવૂક અને મુશ્કેલી ભર્યો દિવસ હતો. મેચ દરમિયાન એન્ડ્રયૂ ટાઈ હાથ પર આર્મ બેન્ડ બાંધેલો પણ નજર આવ્યો હતો. જેના પર દાદીમાં લખેલું હતું. ટાઈએ કહ્યું કે, મને હંમેશાથી જ ક્રિકેટ રમવું પસંદ હતું. અમારી ટીમ સારી છે અને બધા એકબીજાનો સાથ આપે છે.

આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરતા 158 રન બનાવ્યા હતા. રોયલ્સ તરફથી જોસ બટલરે સૌથી વધારે 82 રન બનાવ્યા હતા. જવાબમાં કિંગ્લ ઈલેવન પંજાબને 20 ઓવરોમાં 143 રન જ બનાવી શકી. કિંગ્સ તરફથી કે.એલ રાહુલે સૌથી વધારે 95 રનની ઈનિંગ રમી. પરંતુ તેમ છતાં ટીમને જીત ન અપાવી શક્યો.

(7:08 pm IST)