Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

હોકી વર્લ્ડકપમાં કેનેડા પર ભારતની જીત થઈ

નવી દિલ્હી, તા.૮ : હોકી વર્લ્ડકપમાં પુલ સીની છેલ્લી લીગ મેચમાં ભારતે આજે કેનેડાને ૫-૧ ના અંતરથી હાર આપીને ક્વાટર ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી હતી. ભારતીય ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનાર ટીમ બની ગઈ હતી. ભારત માટે આજની જીત ખુબ જરૂરી હતી અને આખરે સફળતા પણ મેળવી લીધી હતી. વિજેતા ટીમ તરફથી લલિત ઉપાધ્યાયે બે ગોલ ફટકાર્યા હતા. જ્યારે હરમન પ્રિત, ચિંગલ સેના અને અમિત રોહીદાસે એક એક ગોલ ફટકાર્યા હતા. ભારતે શરૂઆતથી જ જોરદાર રમત રમી હતી. કેનેડાની સામે ભારતે ૨૦૧૩થી હજુ સુધી છ મેચો રમી છે. જે પૈકી ચારમાં જીત મેળવી છે. એકંદરે બંને વચ્ચે ૩૯ મેચો રમાઈ છે. જેમાં ભારતીય ટીમ ૨૭ વખથ જીતી છે.

(9:49 pm IST)