Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ભારતીય ટીમે આંતરરાષ્ટ્રીય વ્હીલચેર બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં કાંસ્ય પદક જીત્યો

 

નવી દિલ્હી :ભારતીય ટીમે પહેલી વાર્ષિક હેના લાહોદ આંતરરાષ્ટ્રીય વ્હીલચેર બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં કાંસ્ય પદક જીત્યો હતો. લેબનાનમાં આયોજીત ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાને ગોલ્ડ અને સીરિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો.

  ટુર્નામેન્ટમાં ઈરાક અને લેબનાનની ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ આંતરરાષ્ટ્રીય કમીટી ઓફ રેડક્રોસ અને ત્રિપોલીના ડિસેબલ સ્પોર્ટ્સ એસોસિએશને દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે આયોજીત કર્યું.

   યમનમાં હેના લાહોદ રેડ ક્રોસ સોસાયટીના સભ્ય હતા. વર્ષે એપ્રિલમાં ગોળી મારી હત્યા કરાઈ હતી. તે રમતને બધાથી જોડવાનું માધ્યમ માનતા હતા.

(9:47 pm IST)