Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ઓસ્ટ્રેલિયા ૨૩૫માં ઓલઆઉટઃ ભારત- ૧૫૧/૩

એડીલેડ ટેસ્ટ દિવસ-૩ : ટીમ ઈન્ડિયાની કુલ લીડ થઈ ૧૬૬ રનઃ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ બીજા દાવમાં બેટ્સમેનો પણ ઝળકયા : લોકેશ ૪૪ અને વિરાટ ૩૪ રને આઉટ

એડીલેડ, તા. ૮ : એડીલેડ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. કાંગારૂની આખી ટીમ ૨૩૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતને બીજા દાવમાં ૧૬૬ રનની લીડ મળી છે. આવતીકાલે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો સ્નોનો વરસાદ કરી જંગી લીડ મેળવી મોટો ટાર્ગેટ આપે તો જીતની આશા છે.

આજે ત્રીજા દિવસની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાએ ૭ વિકેટે અધૂરો દાવ શરૂ કરતાં હેઝલવૂડ ૦, સ્ટાર્ક ૧૫ અને હેડ ૭૨ રને આઉટ થયા હતા. ભારતીય બોલરો ઈશાંત ૨, બુમરાહ ૩, શમી ૨ અને અશ્વિને ૩ વિકેટો લીધી હતી.

ભારતને પ્રથમ દાવમાં ૧૫ રનની લીડ મળી હતી. બીજા દાવમાં પણ ઓપનરો વચ્ચે ફીફટીની ભાગીદારી બની હતી. મુરલી વિજય અંગત ૨૦ રનના સ્કોરે સ્ટાર્કનો શિકાર બની ગયો હતો.

લોકેશ રાહુલ ૪૪ અને કેપ્ટન વિરાટ ૩૪ રને આઉટ થયા હતા. દિવસના અંતે ચેતેશ્વર પૂજારા ૪૦ અને રહાણે ૧ રને દાવમાં છે. ભારતે ૬૧ ઓવરમાં ત્રણ વિકેટે ૧૫૧ રન બનાવી લીધા છે. કુલ લીડ ૧૬૬ રનની થઈ છે.(૩૭.૮)

 

(4:19 pm IST)