Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

ધોનીની ટીમ ઇન્‍ડિયામા સ્‍થાન મળવા માટે ચાલતી અટકળોઃ અનિલ કૂંબલે કહે છે ધોનીને યોગ્‍ય વિદાય આપવી જોઇએઃ સીલેકશન કમીટીએ પણ ધોની સાથે ચર્ચા કરવી જોઇએ

મુંબઇ : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના પૂર્વ કેપ્ટન અને કોચ અનિલ કુંબલે (Anil Kumble)નું કહેવું છે કે દિગ્ગજ વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ને ક્રિકેટથી યોગ્ય વિદાય મળવી જોઈએ. કુંબલેએ કહ્યું કે, તેમને એ વાતનો પાકો વિશ્વાસ નથી કે ધોની હાલની ટીમમાં સ્થાન મેળવવા માટે દાવેદાર છે. એવામાં સિલેક્ટરોને તેના ભવિષ્યને લઈને ચર્ચા કરવી જોઈએ. કુંબલેએ તેની સાથે જ કહ્યું કે ક્રિકેટમાં શાનદાર યોગદાન માટે ધોની યોગ્ય વિદાયનો હકદાર છે અને તેના માટે સિલેક્ટરોએ તેની સાથે વાત કરવી જોઈએ.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીના ભવિષ્યનો ચર્ચાનો વિષય છે અને સિલેક્ટરોએ આ વાતની સંકેત આપ્યા છે કે તેઓ આગળનું વિચારી રહ્યા છે. કુંબલેએ ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખવા વિશે પૂછતાં કુંબલેએ ક્રિકેટનેક્સ્ટને કહ્યું કે, મને લાગે છે કે પંતે ચોક્કસપણે વિકેટકિપર-બેટ્સમેન તરીકે મજબૂત દાવો રજૂ કર્યો છે. ખાસ કરીને ટી20 ફોર્મેટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. એવામાં ધોની સાથે વાતચીત કરવાની જરૂર છે. તે સારી વિદાયનો હકદાર છે અને તમારે તેની સાથે વાત કરવી જોઈએ.

કુંબલે ઈચ્છે છે કે સિલેક્ટરો આગામી કેટલાક મહિનાઓમાં ભવિષ્યને લઈને સ્થિતિ સ્પષ્ટ કરે. તેઓએ કહ્યું કે, ટીમ માટે સિલેક્ટરોએ યોજનાઓ વિશે ચર્ચા કરવી જોઈએ કારણ કે એ મહત્વપૂર્ણ છે કે તેના વિશે વ્યવસ્થિત રીતે જણાવવામાં આવે. જો સિલેક્ટરોનું માનવું છે કે ધોની ટી20 વર્લ્ડ કપની યોજનામાં ફિટ બેસે છે તો મને લાગે છે કે તેણે દરેક મેચમાં રમવું જોઈએ.

(1:48 pm IST)