Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

એશિયા કપ અંડર-19 : ભારતનો પાકિસ્તાન સામે 60 રનથી ભવ્ય વિજય

અર્જુન આઝાદ (૧૨૧) અને તિલક વર્મા (૧૧૦)ની સદીઓ સાથેની ૧૮૩ રનની ભાગીદારી રહી હતી

મોરાટુવા: અર્જુન આઝાદ (૧૨૧) અને તિલક વર્મા (૧૧૦)ની સદીઓ સાથેની ૧૮૩ રનની ભાગીદારીને સહારે ઈન્ડિયા અંડર-૧૯ ટીમે પાકિસ્તાન અંડર-૧૯ સામેની એશિયા કપની વન ડેમાં ૬૦ રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. ઈન્ડિયા અંડર-૧૯ ટીમે ૯ વિકેટે ૨૦૫ રન ખડક્યા હતા. જવાબમાં પાકિસ્તાનની અંડર-૧૯ ક્રિકેટ ટીમ ૪૬.૪ ઓવરમાં ૨૪૫ રનમાં ખખડી ગઈ હતી. અથર્વ અંકોલેરિયાએ ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતનો આ એશિયા યુથ કપમાં સતત બીજો વિજય છે. ભારતે પ્રથમ મેચમાં કુવૈતને હરાવ્યું હતુ. ભારતે સેમિ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે.

શ્રીલંકાના મોરાટુવામા રમાયેલી વન ડેમાં ભારત અંડર-૧૯ ટીમે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. અર્જુન આઝાદે ૧૧૧ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૧૨૧ તેમજ તિલક વર્માએ ૧૧૯ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૧૦ રન ફટકાર્યા હતા. જોકે આ સિવાયના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા.નસીમ શાહ અને અબ્બાસી આફ્રિદીએ ૩-૩ વિકેટ ઝડપી હતી.

ભારત તરફથી અથર્વ અંકોલેરિયાએ ૩૬ રનમાં ૩ તેમજ વિદ્યાધર પાટિલ અને સુશાંત મિશ્રાએ ૨-૨ વિકેટ ઝડપી હતી અનેે પાકિસ્તાન ૪૬.૪ ઓવરમાં જ ૨૪૫માં ખખડયું હતુ. પાકિસ્તાનના વિકેટકિપર કેપ્ટન રોહાઇલ નઝિરે ૧૧૭ રન ફટકાર્યા હતા.

(11:05 am IST)