Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક વિજય બાદ ટીમ ઇન્ડિયા પર રૂપિયાનો થયો વરસાદ

દરેક ખેલાડીને મળશે મેચદીઠ 15-15 લાખ :ચારીઝવ ખેલાડીને 7,50 લાખ :કોચને મળશે 25 લાખ

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ઐતિહાસિક ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ બીસીસીઆઇએ ટીમ માટે કેશ એવોર્ડની ઘોષણા કરી છે. પ્લેઇંગ ઇલેવનમાં રહેલા દરેક ખેલાડીને એક મેચ માટે 15 લાખ રૂપિયા આપવામાં આવશે. એટલે કે ચારેય ટેસ્ટ મેચ રમનારા દરેક ખેલાડીને 60-60 લાખ રૂપિયા મળશે.

   આ ઉપરાંત રિઝર્વ ખેલાડીઓને દરેક મેચ માટે 7.5 લાખ રૂપિયા આપવામાં આવશે. સાથે જ કોચને પણ 25-25 લાખ રૂપિયા આપવામાં આવશે.

    ઓસ્ટ્રેલિયામાં ભારતને 71 વર્ષ બાદ ટેસ્ટ સીરીઝમાં જીત મળી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં 2-1થી હરાવ્યું હતુ. જ્યારે છેલ્લી અને ચોથી મેચ ડ્રો રહી હતી.

(7:15 pm IST)