Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

આફ્રિદીએ બનાવ્યો નવો ઇતિહાસ: આ કારનામુ કરનાર બન્યો પહેલો પાકિસ્તાની ખેલાડી

નવી દિલ્હી: પાકિસ્તાનનો પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ પોતાના સ્વર્ણિમ કરિયરમાં વધુ એક ઉપલબ્ધી મેળવી છે. તેને ટી 20 ક્રિકેટમાં પોતાના 4000 રન અને 300 વિકેટ પુરી કરી છે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં સ્ટીવ સ્મિથના નેતૃત્વમાં કોમિલા વિક્ટોરીયન્સ માટે રમતા આફ્રિદીએ 25 બોલમાં 39 રન ફટકાર્યા હતા. તેના રનના લીધે વિક્ટોરીયનસે ડેવિડ વોર્નરના નેતૃર્ત્વની ટીમ સિલ્હેટ સિકસર્સનો માત આપી હતી.  પાકિસ્તાનનો પહેલો ક્રિકેટર બન્યો આફ્રિદી જેને ટી 20માં 4000 રન અને 3000 વિકેટ લીધી છે. આવું કારનામુ કરનાર તે વિશ્વ્નનો તીજો ક્રિકેટર બની ગયો છે પહેલા વેસ્ટઇંડીજના પૂર્વ ક્રિકેટર દેવેન બ્રાવો અને બાંગ્લાદેશના શાકિબ અલ હસનના નામે રેકોર્ડ નોંધાયેલ છે.

(4:52 pm IST)