Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

આઈસીસી ટેસ્ટ રેન્કીંગ જાહેરઃ પુજારા ત્રીજા સ્થાનેઃ પંત ૧૭મા ક્રમેઃ કોહલી ટોપ ઉપર યથાવત

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલીયામાં ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ ભારતીય પ્લેયરોએ પણ આઈસીસી ટેસ્ટ રેકીંગમાં પણ લાંબી છલાંગ લગાવી છે. છેલ્લા ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરીઝનો એવોર્ડ મેળવનાર ચેતેશ્વર પુજારા ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. જયારે વિકેટકિપર પંતે ભારતીય વિકેટ કિપરના ટોપ ક્રમાંકના રેકોર્ડની બરાબરી કરી ૧૭મા ક્રમે પહોંચી ગયો છે. આ પહેલા ૧૯૭૩માં ફારૂખ એન્જીનીયર પણ ૧૭મા ક્રમે પહોંચ્યા હતા. ધોની પોતાના  ટેસ્ટ કેરીઅર દરમિયાન ૧૯મા ક્રમ સુધી પહોંચેલ. હાલ ટેસ્ટ રેકીંગમાં કોહલી ટોપ પોઝીશન ઉપર છે. જયારે કિવી બેટ્સમેન કેન વિલીયમસન બીજા ક્રમે છે.(૩૦.૧૦)

(3:35 pm IST)