Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ઈંગ્લેન્ડનો ઝડપી બોલર ઓલ્વી રોબીન્સન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ

જાતિબાદ મામલે ટ્વિટ કર્યુ હતું: ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાંથી પણ બહાર

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના બોલર ઓલી રોબિન્સનને તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. રોબિન્સન ૨૦૧૨ અને ૨૦૧૪ દરમ્યાન અપમાનજનક ટ્વીટ લઈ તેની પર આકરુ પગલુ ભરવામાં આવ્યું કે જેની ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે અંગે જાણકારી આપી હતી.

૨૭ વર્ષીય રોબિન્સન પહેલા જ એજબેસ્ટનમાં ગુરૂવારથી રમનારી ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

રોબિન્સને ૨૦૧૨ થી ૨૦૧૪ દરમ્યાન ટ્વીટને લઈને માફી માંગી હતી. તેણે લીગ ભેદ અને જાતિવાદ સાથે જોડાયેલ ટ્વીટ કરી હતી. ૩ જૂને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે તેમણે માફી માંગી હતી. રોબિન્સને ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ મારા કૃત્યો પર ખૂબ પસ્તાવો છે. આવી ટીપ્પણી પર શર્મસાર છું.

રોબિન્સને કહ્યું તેણે ટ્વીટ કર્યા હતા. પોતાના જીવનના ખરાબ દિવસોથી પસાર થઈ રહ્યો હતો. ઈંગ્લેન્ડ કાઉન્ટી યોર્કશાયરે તેને બહાર કરી દીધો છે.

(4:41 pm IST)