Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પીવાના પાણીથી ધોવાઈ રહી હતી કોહલીની કાર, નગર નિગમે ફટકાર્યો દંડ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં ઇગ્લેન્ડમાં વર્લ્ડકપ રમવામાં વ્યસ્ત છે. ત્યારે વિરાટ કોહલીના ગુડગાંવ નગર નિગમે પાણીનો બગાડ કરવા મામલે કોહલીને દંડ ફટકાર્યો છે. વાસ્તવમાં નગર નિગમે કોહલીના ડીએલએફ ફેસ-૧ સ્થિત ઘર બહાર પાઇપથી કાર ધોવા અને પાણીનો બગાડ કરવાને લઇને કોહલીના સહાયક દીપક પાસેથી દંડ વસૂલ્યો હતો. નગર નિગમે દીપક પાસેથી ઘટનાસ્થળ પર જ ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. પાડોશીઓના મતે પીવાના પાણીથી કોહલીની કાર ધોવાઇ રહી હતી.

પાડોશીઓએ કહ્યું કે, વિરાટ કોહલીના ઘરમાં અડધો ડઝનથી વધુ કારો હોય છે જેમાં બે એસયૂવી છે. આ કારને દરરોજ પાણીથી ધોવામાં આવે છે જેનાથી દરરોજ સેંકડો લીટરથી વધુ પાણીનો બગાડ થાય છે. અનેકવાર ફરિયાદ કરી છતાં પાણીનો બગાડ રોકવામાં આવતો નહોતો તેને કારણે નગર નિગમને ફરિયાદ કરવામાં આવી હતી.

(2:24 pm IST)