Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

હાર્દિકના ઇન્‍સ્‍ટાગ્રામમાં ૨૫ મિલિયનથી વધુ ફોલોઅર્સઃ સૌથી યુવા ક્રિકેટર બન્‍યો

નવી દિલ્‍હીઃ હાર્દિક પંડ્‍યાએ નવી સિદ્ધિ ક્રિકેટના મેદાન પર નહીં પરંતુ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઈન્‍સ્‍ટાગ્રામ પર મેળવી છે. ઈન્‍સ્‍ટાગ્રામમાં હાર્દિકના ફોલોઅર્સની સંખ્‍યા હવે ૨૫ મિલિયનને વટાવી ગઈ છે અને તે આવું પરાક્રમ કરનાર વિશ્વનો સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે.

ટીમ ઈન્‍ડિયાનો સ્‍ટાર ઓલરાઉન્‍ડર ક્રિકેટર હાર્દિક પંડ્‍યા ક્રિકેટના મેદાનની સાથે તે ઈન્‍સ્‍ટાગ્રામ પર પણ ઘણો એક્‍ટિવ રહે છે. હાર્દિક તેની પત્‍ની, બાળકો, ભાઈ અને પરિવારના અન્‍ય સભ્‍યો સાથે ઈન્‍સ્‍ટાગ્રામ પર કંઈક ને કંઈક પોસ્‍ટ કરતો રહે છે. આ સિવાય છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક પંડ્‍યા ક્રિકેટની સાથે તેના ફેમિલી ફંક્‍શનમાં પણ ખૂબ જ વ્‍યસ્‍ત છે. આ કારણે તેના એકાઉન્‍ટ પર ફોલોઅર્સની સંખ્‍યા ખૂબ જ ઝડપથી વધી છે.

હાલમાં, હાર્દિકના ઇન્‍સ્‍ટાગ્રામ ફોલોઅર્સની સંખ્‍યા કેટલાક વૈશ્વિક સ્‍ટાર્સ જેમ કે રાફેલ નડાલ, રોજર ફેડરર, મેક્‍સ વર્સ્‍ટાપેન અને એર્લિંગ હાલેન્‍ડ કરતાં વધુ છે.

(3:58 pm IST)