Gujarati News

Gujarati News

નાનામાં નાના-છેવાડાના-ગરીબ-જરૂરતમંદ સૌના આરોગ્ય સુખાકારીની પ્રતિબદ્ધતા વડાપ્રધાનેહોલિસ્ટીક હેલ્થકેરની નવી પરંપરાથી દર્શાવી છે : આરોગ્ય સેવા સહિતની દરેક કલ્યાણ યોજના-જનહિત કાર્યક્રમોમાં નાના માનવી-ગરીબોને કેન્દ્રસ્થાને રાખવામાં આવે છેકલ્યાણ યોજનાઓનો લાભ ૧૦૦ ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવા વડાપ્રધાને સેચ્યુરેશન પોઇન્ટનો અભિગમ અપનાવ્યો છે : પ્રધાનમંત્રી જનઆરોગ્ય-‘મા’ યોજનામાં વીમા કવચ રૂપિયા ૧૦ લાખ કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર : પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો લાખો પરિવારો માટે સસ્તી-સારી અને ગુણવત્તાયુકત દવાઓ મેળવવાનું સક્ષમ માધ્યમ બન્યા છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જનરિક દવાઓ ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ ચલણમાં છે : પ૧ જેટલા દેશોમાં જનરિક દવાઓની માંગ વધી છે : વિશ્વમાં કયાંય બની ન હોય તેવી પ્રગતિશીલ ઘટના પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના એ વડાપ્રધાનશ્રીની સંવેદનાનું પરિણામ : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા:::જનરિક દવાઓ પ૦ થી ૯૦ ટકા જેટલી સસ્તી કિંમતે મળે છે : ગુજરાતમાં પ૧૮ જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે : જનરિક દવાઓના વ્યાપક ઉપયોગ માટે વધુને વધુ લોકોને માહિતગાર કરીએ : :આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ .. access_time 5:47 pm IST

ગુજરાતને દેશનું ગૌરવ વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ: વિશ્‍વનો સૌથી મોટો ભવ્‍ય અને જાજરમાન આ પેલેસ બ્રીટનની મહારાણીના બકીગહામ પેલેસ (લંડન) કરતા ચાર ગણો વિશાળ છે, સ્‍થાપત્‍ય કળાના બેનમુન લક્ષ્મી વિલાસ પેલેસની ઝાંખી : વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ ભુતપૂર્વ મહારાજા : શ્રી સયાજીરાય ગાયકવાડે સને. ૧૮૯૦ માં સ્‍થાપેલ જે ૭૦૦ એકરમાં અંદાજે ૪ ચો.કી.મી.મા પથરાયેલ છે જેમાં અતિ વિશાળ ૧૭૦ રૂમ છે આ રાજમહેલ બ્રીટનની મહારાણીના બકીગહામ પેલેસથી ચાર ગણો વિશાળ છે : જેથી વિશ્‍વનું સૌથી મોટું રાજવી નીવાસ સ્‍થાન ગણાય છે : આ ભવ્‍ય પેલેસના ખ્‍યાતનામ અંગ્રેજ આર્કીટેક ચાર્લ્‍સ મેજર મેન્‍ટે હતા. આ પેલેસમાં યુરોપીયન, હિન્‍દુ અને ઈસ્‍લામીક કલા સ્‍થાપત્‍ય નો સંગમ છે. આ પેલેસની ખાસ વિશેષતા એ છે કે આ રાજમહેલમાં જેટલી બારીઓ છે એ દેશ અને દુનીયાના કોઈપણ પેલેસમાં નથીઃ આ ભવ્‍ય પેલેસને બનતા ૧ર વર્ષ લાગેલ : અજાયબી ઍ હતી કે રાજ પરિવારના બાળકો માટે આ વિશાળ પેલેસમાં જ આવેલ સ્કુલમાં જવા આવવા માટે મીની સ્ટીમ ઍન્જીન સાથે ત્રણ કોચની બેબી ટ્રેન સુવિધા હતી. આ ટે્રનના ૩ કી.મી. ના પાટા પેલેસમાં પાથરેલા હતા. હાલ આ ટ્રેનનું ઍન્જીન પેલેસના મ્યુઝીયમમાં પ્રજાને જાેવા માટે રાખેલ છે. : આ પેલેસમાં યુરોપીયન શૈલીથી ભવ્‍ય રીતે સજાવેલ દરબાર હોલ પાંચ હજાર ફુટમાં પથરાયેલ છે જે પેલેસની જાજરમાન ઝાંખી દર્શાવે છે હાલમાં આ હોલમાં સંગીત અને સાંસ્‍કૃતીક કાર્યક્રમ યોજાય છે. : સને ૧૮૯૦ માં આ પેલેસના બાંધકામ માટે અંદાજે ૧૮,૦૦,૦૦૦ પાઉન્‍ડ જે રૂા. ર૭,૦૦,૦૦૦ ખર્ચ કરેલ સવાસો વર્ષ પૂર્વે આ પેલેસમાં લીફટ અને પેલેસમાં અરસ પરસ વાતચીત માટે ખાનગી ટેલીફોન એક્ષ્ચેજ ની સુવિધા હતી.. access_time 2:56 pm IST