Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

ડુપ્‍લેસીસને ફરીથી આફ્રિકાની ટીમમાંથી વન-ડે, ટી૨૦ રમવાની ઇચ્‍છા

વિન્‍ડીઝ સામેની ટી૨૦ સિરીઝમાં સામેલ કરાશે?

નવી દિલ્‍હીઃ સાઉથ આફ્રિકાના દિગ્‍ગજ બેટ્‍સમેન ફાફ ડુ પ્‍લેસિસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની સંભવિત વાપસી અંગે ચર્ચા કરી હતી.  જોકે તેણે ૨ વર્ષ પહેલા ટેસ્‍ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ ફાફ ડુ પ્‍લેસિસે વનડે  અને ટી૨૦ ઈન્‍ટરનેશનલમાં રમવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી છે. ફાફ ડુ પ્‍લેસિસની૨૦૧૯ ક્રિકેટ વર્લ્‍ડ કપ બાદથી એક પણ વન-ડે જયારે ૨ વર્ષ પહેલા ૨૦૨૦માં તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ તરીકે ઈંગ્‍લેન્‍ડ સામે ટી૨૦ મેચ રમી હતી. ડુ પ્‍લેસિસ ટૂંક સમયમાં ટીમમાં પરત ફરવાની અને પોતાના બહુમૂલ્‍ય અનુભવનું યોગદાન આપવાની આશા રાખે છે.

રેપપોર્ટ અખબાર અનુસાર, ઁ?? પ્‍લેસિસે કોચ વોલ્‍ટર સાથે વાતચીત કરી હતી. જો કે, હજુ એ સ્‍પષ્ટ નથી થયું કે તેને આગામી વેસ્‍ટ ઈન્‍ડિઝ શ્રેણી માટે ટી૨૦ ટીમમાં સામેલ કરવામાં આવશે કે નહીં. વિન્‍ડીઝ સામેની ટી-૨૦ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત ૬ માર્ચે કરવામાં આવશે.

(3:59 pm IST)