Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

BCCIના નવા કોન્ટ્રાકટ કર્યા જાહેર :A + કેટેગરીમાંથી ધોની અને આર,અશ્વિન બહાર: મોહમ્મદ શમીનો કૉન્ટ્રાક્ટ્ર રિન્યૂ કરાયો નથી

વિરાટ કોહલી સહિત 5 ખેલાડીઓને A+ કેટેગરીમાં સ્થાન અપાયું : બુમરાહ અને ભુવનેશ્વર કુમારને A+ કેટેગરીમાં સમાવાયા

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર્સના નવા કોન્ટ્રકટની જાહેરાત કરાઈ છે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવાયેલી COAએ આ જાહેરાત કરી છે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ યાદી દ્વારા આ જાણકારી આપી છે.આ વખતે કૉન્ટ્રાક્ટ સિસ્ટમ અને કમ્પનસેશન સ્ટ્રેક્ચરમાં ફેરફાર કરાયા છે

  આ કૉન્ટ્રાક્ટ મુજબ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને આર અશ્વિનને ટૉપ કેટેગરી એટલે કે A+માંથી બહાર રાખ્યા છે બંનેને A કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, જ્યારે વિરાટ કોહલી સહિત 5 ખેલાડીઓને A+ કેટેગરીમાં સ્થાન અપાયું છે.

   અગાઉ A,B,C ત્રણ કેટેગરીઝ હતી પરંતુ નિયમો મુજબ હવે તેને ચાર ભાગમાં વહેંચી દેવામાં આવી છે. A+, A, B અને C છે. જેમાંથી A+માં 5 જ્યારે અન્ય ત્રણે કેટેગરીમાં 7-7 ખેલાડીઓને રાખવામાં આવ્યા છે.

   ભારતીય બોલર્સ જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને A+ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક સાત કરોડ જ્યારે A કેટેગરીના ખેલાડીઓને 5 કરોડ રૂપિયા મળશે. આમ, ધોની કરતા ભુવનેશ્વર અને બુમરાહને વધુ રકમ મળશે.

  BCCI દ્વારા મોહમ્મદ શમીનો કૉન્ટ્રાક્ટ્ર રિન્યૂ કરાયો નથી.અત્રે ઉલ્લેખનીય છે કે, શમી પર તેની પત્ની દ્વારા લગાવવામાં આવી રહેલા આરોપોને કારણે BCCIની પણ ક્રિકેટ જગતમાં બદનામી થઈ રહી છે અને આ કારણે બોર્ડે શમી સાથેનો કૉન્ટ્રાક્ટ આગળ ન વધારવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે

(9:06 pm IST)