Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ઓસ્ટ્રેલિયા માટે વોર્નર 'બુલ' છે:ગિલક્રીસ્ટ

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરની મેદાન પરની અને ડ્રેસિંગ રૃમની વર્તણૂંકની ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટરોએ ટીકાત્મક નોંધ લીધી છે. વોર્નરે સાઉથ આફ્રિકાના વિકેટ કિપર ડી'કોક પર શારીરિક હુમલો કરવાનું જ બાકી રાખ્યું હતું તેઓ તેનો આક્રમક મિજાજ અને બોડી લેંગ્વેજ સીસીટીવીમાં કેદ થયો છે. તે જ રીતે તેણે ડી'વીલીયર્સને રન આઉટ કર્યા પછી જે હરકતો કરી હતી તે ખૂબ જ અરૃચિકર હતી.સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે કર્યું હતું કે વોર્નરના વર્તનની નોંધ જ ના લેવી જોઇએ. તેને જેવા સંસ્કાર છે તે રીતે તેને ક્રિકેટ વિશ્વએ સ્વીકારવો રહ્યો. આવી વ્યક્તિમાં પરિવર્તનની બહુ આશા ના રખાય. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટ કિપર ગિલક્રીસ્ટે કહ્યું કે વોર્નર ઓસ્ટ્રેલિયામાં પણ તેની આક્રમક રમત અને મિજાજને જોતા 'બુલ' (આખલા) તરીકે ઓળખાય છે. તે લગ્ન બાદ અને પિતા બન્યા બાદ ઘણો નરમ બન્યો હતો પણ હવે ફરી 'બુલ' બન્યો છે. તેણે સંયમ રાખવો જોઈએ. 

(5:16 pm IST)