Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

સાથે બેસીને બિઅર પીઓ, બધુ ભુલી જાઓ અને ફરીયાદ કરવાનું બંધ કરો

ડેવિડ વોર્નર અને કિવન્ટન ડી કોક વિવાદમાં શેન વોર્નની સલાહઃ મેચ રેફરી કરી રહ્યા છે સમગ્ર મામલે તપાસ : ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ માઈકલ વોર્ને ઓસ્ટ્રેલિયાના વાઈસ કેપ્ટનને જ ગણાવ્યો જવાબદાર, પરંતુ ટીમના કોચે કર્યો બચાવ

ડેવિડ વોર્નર અને સાઉથ આફ્રિકાના કિવન્ટન ડી કોક વચ્ચે થયેલા ઝઘડા વિશે વોર્નનું કહેવુ છે કે ખેલાડીઓએ વ્યકિતગત ટિપ્પણી ન કરવી જોઈએ એટલુ જ નહિં, સાથે મળીને એક બિઅર પી લેવી જોઈએ. વાતો કરવી, મજાક કરવી અને એકબીજાની ટીખળ કરવી હંમેશાથી સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરીઝનો ભાગ રહી છે. બંને ટીમ આમાંથી બહાર આવી જાય છે. એથી આ મામલે ફરીયાદ ન કરવી જોઈએ.

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોર્ને કહ્યુ હતું કે વોર્નરની છાપ એક સ્લેજીંગ કરનાર ખેલાડી તરીકેની રહી છે. આ ઘટનામાં બંને ખેલાડીઓએ એકબીજાનું અપમાન કર્યુ છે. જે ખેલાડીઓ પર સવાલ ઉઠી રહ્યો છે એ ઘણા સમયથી સ્લેજીંગ કરતો આવ્યો છે. એથી કોઈ ખેલાડીને ખોટુ લાગ્યા બાદ જ આવી પ્રતિક્રિયા આપી હશે.સાઉથ આફ્રિકાના મેનેજર મોહમ્મદ મુસાજીએ પણ વોર્નરને જ દોષી ગણાવ્યો હતો. તેણે કહ્યુ હતું કે મેદાન પર કંઈક કહેવામાં આવ્યુ હતું . જો તમે કંઈક બોલી રહ્યા હો તો સાંભળવાની સહનશકિત પણ હોવી જોઈએ.દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમના કોચ ડેરેન લીમને કહ્યુ હતુ઼ કે અમે વોર્નરનું સમર્થન કરીએ છીએ. તે સમગ્ર સીરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમનો વાઈસ કેપ્ટન રહેશે તેમ જ અમારી ટીમ આક્રમક બનીને સમગ્ર સિરીઝ રમશે.

(12:11 pm IST)