Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

હાર્દિક, રાહુલ અને કરણ જોહર સામે જોધપુરમાં દાખલ થયો કેસ

ક્રિકેટર હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ અને ફિલ્મમેકર કરણ જોહરની મુશ્કેલીમાં વધારો થયો છે. જોધપરુની પોલીસે આ ત્રણેય સામે મહિલાઓ વિરુદ્ઘ અભદ્ર કમેન્ટને લઈને કેસ દાખલ કર્યો છે. એક ટીવી-શો દરમ્યાન કરેલી કમેન્ટને કારણે હાર્દિક અને રાહુલને ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા એટલું જ નહીં, થોડા સમય માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.

મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ બાદ આ ત્રણેય સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અરજી કરનાર સ્થાનિક રહેવાસી ડી. આર. મેઘવાલે આ મામલે કોટનો સંપર્ક કર્યો હતો. અરજદારે ગયા વર્ષે હાર્દિક પંડ્યા સામે કેસ દાખલ કર્યો હતો જેમાં તેણે એવો દાવો કર્યો હતો કે હાર્દિકે ડે. બી. આર. આંબેડકર વિરુદ્ઘ અભદ્ર કમેન્ટ કરી હતી. જોકે હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે એ વિટર અકાઉન્ટ તેનું નથી.(૩૭.૧૨)

 

(3:23 pm IST)