Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

આવતા જન્મમાં પણ હું ક્રિકેટર બનીશ : ગંભીર

૨૦૦૯માં નેપિયર ટેસ્ટમાં ૧૧ કલાક સુધી ક્રીઝ પર રહીને ટેસ્ટ સફળતાપૂર્વક ડ્રો કરાવનાર ભારતના ભૂતપૂર્વ ઓપનીંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે ટ્વીટર પર શેર કરેલા એક વિડીયોમાં કહ્યું હતું કે, હું આવતા જન્મમાં પણ ક્રિકેટ રમવા ઈચ્છું છું અને ભારત વતી સેન્ચુરીઓ ફટકારીને વધુ જીત મેળવવા ઈચ્છીશ.

૨૦૧૧માં વર્લ્ડકપ ફાઈનલમાં ગૌતમ ગંભીરે નાજુક સમયે ભવ્ય ૯૭ રન બનાવીને ભારતને ફાઈનલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે આ વર્ષે દિલ્હી ડેરડેવિલ્સના ખેલાડીઓ સાથે આઈ ડોનેશનની શપથ પણ લીધી હતી. તેના રાજકારણમાં જોડાવા વિશે પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં મારા ભવિષ્ય વિશે કંઈ વિચાર્યુ નથી, પરંતુ તક મળે તો દેશસેવા કરવી જોઈએ, તેમજ રાજકારણમાં જોડાવવું જોઈએ.(૩૭.૭)

 

(4:03 pm IST)
  • કોલકાત્તામાં 7 ડિસે થી ભાજપની રથયાત્રા માટેની માંગણીને હાઇકોર્ટએ ફગાવી : ભાજપ પ્રેસિડન્ટ અમિત શાહના નેતૃત્વ હેઠળ આવતીકાલથી વેસ્ટ બેંગાલમાં આયોજિત કરાયેલી રથયાત્રાને હાઇકોર્ટએ મંજૂરી નહીં આપતા ડિવિઝન કોર્ટના દ્વાર ખખડાવ્યા : જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી access_time 6:55 pm IST

  • હિન્દીમાં ચિત્રા મુદ્દગલ અને ઉર્દુમાં રહમાન અબ્બાસ સહિત 24 લેખકોને સાહિત્ય અકાદમી પુરષ્કાર : કુલ 24 ભાષાઓના લેખકોને પુરષ્કારની જાહેરાત : અંગ્રેજીમાં અનીસ સલીમ અને સંસ્કૃતમાં રમાકાંત શુક્લ,પંજાબીમાં મોહનજીતપુરષ્કારનું એલાન : સાત કવિતા સંગ્રહ,છ ઉપન્યાસ,છ વાર્તાસંગ્રહ ,ત્રણ વિવેચનો અને બે નિબંધને પુરષ્કાર માટે પસંદગી access_time 1:12 am IST

  • ગીરમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યોઃ સિંહણના ૩ બચ્ચા લાપતા: ગીર સોમનાથના આંબળાશ ગામે સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટઃ વન વિભાગે ત્વરીત તપાસ શરૂ કરી access_time 11:57 am IST