Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ધોની બનવાનો પ્રયાસ ન કર, બસ પોતાનું બેસ્ટ આપ

એડમ ગિલ્ક્રિસ્ટની રિષભ પંતને સલાહ... : ધોનીનો બેન્ચમાર્ક ઘણો ઉંચો, રિષભ ઉપર વધુ પ્રેશર ન નાખવું જોઈએ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલ્ક્રિસ્ટે હાલમાં જ ઈન્ડિયા ક્રિકેટ ટીમના ભાવિ વિકેટકીપર રિષભ પંતને સલાહ આપી છે. વર્લ્ડ કપ ૨૦૧૯ જયારથી પૂરો થયો છે. ત્યાથી લઈને અનેક વાર ઈન્ડિયન વિકેટકીપર રિષભ પંતને ક્રિકેટપ્રેમીઓએ આડે હાથ લીધો છે. હાલમાં પણ બંગલા દેશ સામેની પહેલી ટી-૨૦ મેચમાં ખોટા નિર્ણયને લઈને તેને સોશ્યલ મીડિયમાં ટ્રોલ કરવામાં આવ્યો હતો. પંતને મહેન્દ્ર સિંહ ધોનીના પર્યાય તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. પંતના પર્ફોર્મન્સને ધ્યાનમાં  રાખી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર એડમ ગિલ્ક્રિસ્ટે કહ્યું છે કે 'હું બન્ને (ધોની અને પંત)ની સરખામણી નથી કરતો અને મારા ખ્યાલથી ભારતીય ચાહકોએ પણ ન કરવી જોઈએ. ધોનીનો બેન્ચમાર્ક ઘણો ઊંચો છે. એકદિવસ તેના આ બેન્ચમાર્કને કોઈ જરૂરથી આંબશે, પણ એ આટલા જલદી શકય નથી. રિષભ એક ટેલન્ટેડ યુવા પ્લેયર છે. તના પર આટલા જલદી વધારે પ્રેશર ન નાખવું જોઈએ. તેની પાસેથી હાલમાં એ આશા પણ ન રાખવી જોઈએ કે તે જલદી ધોનીની જેમ પર્ફોર્મન્સ આપતો થઈ જાય. મારી પંતને એક જ સલાહ છે કે ધોની પાસેથી જે પણ શીખવા મળે એ શીખ, પણ ધોની જેવા બનવાનો પ્રયાસ ન કર. જેટલું શકય હોય એટલું બેસ્ટ રિષભ પંત બનવાનો પ્રયાસ કર. '

(3:36 pm IST)