Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

હવે આઈપીએલની ઓપનિંગ સેરેમની નહીં યોજાઈ : બીસીસીઆઇએ ખર્ચાળ ગણાવીને બંધ કરી દીધી

ઓપનિંગ સેરેમની પૈસાની બરબાદી : માત્ર નો-બોલ જોવા માટે ફોર્થ એમ્પાયર રહેશે.

મુંબઈ : IPLની આગામી સિઝનથી ઓપનિંગ સેરેમની યોજવામાં નહીં આવે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) તેને ખુબ જ ખર્ચાળ ગણાવીને બંધ કરી દીધી છે.IPL ગવર્નિગ કાઉન્સિલની મીટિંગમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે

   મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે માત્ર નો-બોલ જોવા માટે ફોર્થ એમ્પાયર રહેશે. BCCIના એક અધિકારીએ કહ્યું કે ઓપનિંગ સેરેમની પૈસાની બરબાદી છે. ક્રિકેટ ફેન્સને હવે માત્ર ક્રિકેટમાં રસ છે ઓપનિંગ સેરેમનીમાં કોઈ રસ રહ્યો નથી.

  IPLમાં છેલ્લા ઘણા વર્ષમાં ઓપનિંગ સેરેમની પર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. તેમાં બોલીવુડ સ્ટાર્સ ભાગ લે છે. કેટી પેરી, એકોન, પિટબુલ જેવા આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર્સ પણ IPLની ઓપનિંગ સેરેમનીનો ભાગ બન્યા છે. તે સિવાય લેસર શો અને આતશબાજી પર પણ ખુબ પૈસા ખર્ચ થાય છે.

  નો-બોલથી જોડાયેલા નિર્ણય પર BCCIએ કહ્યું કે છેલ્લી સિઝનમાં ઘણા ખેલાડીઓને આઉટ આપવામાં આવ્યા હતા અને રીપ્લેમાં જોવા મળ્યું કે તે નો-બોલ હતો. આ નિર્ણય ભૂલો અને વિવાદોને ઓછા કરવા માટે લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે IPL માટે ખેલાડીઓની હરાજી કોલકત્તામાં 19 ડિસેમ્બરે યોજાશે

(1:51 pm IST)