Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

આજે બોલરો ઉપર મદારઃ ૧૦ વિકેટ ખેરવી શકશે?

ફરી એકવખત શાર્દુલની શાનદાર બેટીંગઃ શાર્દુલ (૬૦ રન) અને પંત (૫૦ રન)એ ટીમ ઈન્ડિયાને મજબૂત લીડ અપાવી : જો ટીમ ઈન્ડિયા આજનો મેચ જીતશે તો સિરીઝ હારશે નહીઃ શિરાજ- ઠાકુર- બુમરાહ- ઠાકુરે ધારદાર બોલીંગ કરવી પડશે

ઓવલ, તા.૬:  ઓવલ ખાતે ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે જીતવા માટે ૩૬૮ રનનો ટાર્ગેટ રાખ્યો છે. ઈન્ડિયન ટીમ બીજી ઈનિંગમાં ૪૬૬ રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના ૭૭ રન કર્યા છે. ઓપનર હસીબ હમીદ અને રોરી બર્ન્સ ક્રીઝ પર છે. ભારતે નવેમ્બર-૨૦૧૯ પછી પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં ૪૦૦થી વધુ રનનો સ્કોર કર્યો છે.

આજનો અંતિમ દિવસ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે. બોલરોએ અંગ્રેજોની ૧૦ વિકેટ ખેડવવી પડશે. જો આ મેચ જીતીશું તો સિરીઝમાં હારનો ભય રહેશે નહી. અંતિમ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડે તો પણ સિરીઝ ૨-૨થી બરાબરી પર રહેશે.

 દરમિયાન ગઈકાલે શાર્દૂલ ઠાકુરે સતત બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારતાં તેમજ પંતે પણ ૫૦ રનની ઉપયોગી ઈનિંગ રમતાં ભારતે ઈંગ્લેન્ડ સામેની ચોથી ઓવલ ટેસ્ટમાં જીતની તક સર્જી છે. ભારતે બીજી ઈનિંગમાં ૪૬૬ રનનો જંગી સ્કોર ખડકી દેતા  કરતાં ઈંગ્લેન્ડને જીતવા માટે ૩૬૮ રનનો પડકાર મળ્યો હતો. ઈંગ્લેન્ડે ભૂતકાળમાં કયારેય આટલો મોટા સ્કોરનો સફળતાપૂર્વક પીછો કર્યો નથી. જેના કારણે ભારતની જીત લગભગ નકકી લાગી રહી છે. હવે તેઓ ટેસ્ટ મેચ બચાવવા માટે રમી રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું હતુ.  ભારતીય ટીમ માટે આજનો દિવસ મહત્વનો રહેશે.

(11:34 am IST)