Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

સેહવાગની વિસ્ફોટક બેટિંગઃ ઈન્ડિયા લિજેન્ડ્સે બાંગ્લાદેશ લિજેન્ડ્સને ૧૦ વિકેટથી હરાવ્યું

રોડ સેફટી વર્લ્ડ સિરીઝઃ સેહવાગે ૩૫ બોલમાં ૮૦ રન ઝૂડી નાખ્યાઃ ફકત ૨૦ બોલમાં અડધી સદી ફટકારીઃ સચિન તેંડુલકરે ૩૩ રન અણનમ

નવી દિલ્હીઃ રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝના પ્રથમ મુકાબલમાં ઈન્ડિયા લિજેન્ડ્સે તોફાની શરુઆત કરતા બાંગ્લાદેશ લિજેન્ડ્સને ૧૦ વિકેટથી હરાવ્યું હતું. બાંગ્લેદેશે આપેલા ૧૧૦ રનના લક્ષ્યાંકને વિરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરની જોડીએ ૧૦.૧ ઓવરમાંજ પાર પાડ્યો હતો અને ટીમને શાનદાર જીત અપાવી હતી.

સેહવાગે ૩૫ બોલમાં ૮૦ રનની તોફાની બેટિંગ કરી હતી. વીરેન્દ્ર સેહવાગે ફકત ૨૦ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જ્યારે સચિન તેંડુલકર ૩૩ રન બનાવી અણનમ રહ્યો હતો

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશ લિજેન્ડ્સે ૧૦૯ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મોહમ્મદ નઝીમુદ્દીને ૪૯ રન બનાવ્યા હતા. ઈન્ડિયા લિજેન્ડ્સ તરફથી પ્રજ્ઞાન ઓઝા, યુવરાજ સિંહ અને વિનય કુમારે ૨-૨ વિકેટ ઝડપી હતી. યુસુફ પઠાણ તથા મનપ્રીત ગોનીએ એક-એક વિકેટ લીધી હતી.

(1:09 pm IST)
  • અક્ષર અને અશ્વિનને ઈંગ્લેન્ડ પર ફરી પાછો કબ્જો : અંગ્રેજો ફરી આવ્યા ઘૂંટણીયે : ભારત ૨૫ રને જીત્યુ : ભારતનો ૩-૧થી સીરીઝ પર કબ્જો : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતે જગ્યા બનાવી : અક્ષર - અશ્વિન ફરી ત્રાટકયા : બંનેને ૫-૫ વિકેટો મળી : ઈંગ્લેન્ડની આખી ટીમમાં ખાલી જ એક ખેલાડી જેક લોરેન્સે ૫૦ રન બનાવ્યા : ઓલી પોપ ૧૫, ફોકસ ૧૩, ડોમ બેસ ૨ અને સ્ટોકે ૨ રન બનાવી અક્ષર અને અશ્વિનનો શિકાર બન્યા access_time 3:27 pm IST

  • ૧૧ થી ૧૫ માર્ચ ગાંધીનગરમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક : ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ૧૧ થી ૧૫ માર્ચ સુધી ગાંધીનગર ખાતે મળશે તેમ જાણવા મળે છે access_time 3:29 pm IST

  • દલાઇ લામાએ ભારતીય વેકસીનનો પ્રથમ ડોઝ લીધો access_time 4:00 pm IST